નવી દિલ્લી: નોટબંધીના નિર્ણય બાદ દેશભરમાં મચેલા હડકંપ બાદ વિત્ત મંત્રી અરૂણ જેટલીએ એક મોટુ એલાન કર્યું છે. અરૂણ જેટલીએ કહ્યું 1000 રૂપિયાની નોટ હાલ બીજી વખત જાહેર નહી કરવામાં આવે.


સરકારે 500-2000ના નવા નોટ જાહેર કરવાનું શરૂ કર્યું છે. જ્યારે આવનારા સમયમાં 50 અને 100 રૂપિયાની નવી નોટા પણ જાહેર કરવામાં આવી શકે છે. આપને જણાવી દઈએ કે 8 નવેંબર 2016ના જ્યારે પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ 500-1000 રૂપિયાની નોટ બંધ કરવાનો નિર્ણય કર્યો ત્યારે એક તરફ ખૂશ થઈ આ નિર્ણયની તારીફ કરી રહ્યા છે તો બીજી તરફ ગુસ્સામાં આવી તેનો વિરોધ પણ કરી રહ્યા છે. વિપક્ષ કહિ રહ્યું છે કે શું 2000 રૂપિયાની નોટ આવવાથી ભ્રષ્ટાચાર બંધ થશે?

જ્યારે બીજી તરફ બજારમાં પૈસા ઉપલ્બધ કરવા માટે વિત્ત મંત્રાલય અને ભારતીય રિર્જવ બેંક માથાકુટ કરી રહ્યા છે. આરબીઆઈના રીર્પોટ મુજબ માર્કેટમાં પૈસા મળી રહે તે માટે વધારે પ્રમાણમાં 500-2000 ના નોટ છાપવામાં આવી રહ્યા છે. આરબીઆઈ મુજબ હાલના સમયે નોટ છાપવા માટે 10,861 કરૉડ રૂપિયાનો ખર્ચ થઈ રહ્યો છે.

આરબીઆઈના આંકડા મુજબ 2015-2016માં 5 રૂપિયાના 5,000 મિલિયન નોટ, 10 રૂપિયાની 30,000 મિલિયન નોટ,20 રૂપિયાની 3000 મિલિયન નોટ, 50 રૂપિયાની 2500 મિલિયન નોટ, 100 રૂપિયાની 1500 મિલિયન નોટ, 500 રૂપિયાની 15000 મિલિયન નોટ, 1000 રૂપિયાની 5000 મિલિયન નોટ છાપવામાં આવી હતી.

નોટબંધીના નિર્ણય બાદ જેટલી ઝડપથી બેંકોમાં જૂના નોટ જમા કરવામાં આવી રહ્યા છે. તેટલી ઝડપથી નવી નોટ પ્રિન્ટીંગ થઈ બેંકમાં પહોંચી રહી છે.