અરુણાચલ પ્રદેશ અને સિક્કિમ વિધાનસભા ચૂંટણીના પરિણામો 4 જૂનને બદલે 2 જૂને આવશે. વાસ્તવમાં બંને રાજ્યોની વિધાનસભાનો કાર્યકાળ 2 જૂને પૂરો થઈ રહ્યો છે. આવી સ્થિતિમાં, કોઈપણ સંજોગોમાં 2 જૂન સુધીમાં મતગણતરી પૂર્ણ થવી જોઈએ.
જેને ધ્યાનમાં રાખીને ચૂંટણી પંચે મતગણતરી માટે 4 જૂનની તારીખમાં ફેરફાર કર્યો છે. હવે 2 જૂને મતગણતરી થશે.
જાણો ક્યા રાજ્યની કેટલી બેઠકો પર કઈ તારીખે થશે મતદાન
દેશમાં 2024ની લોકસભા ચૂંટણીનો શંખ વાગી ગયો છે. ચૂંટણી પંચે શનિવારે (16 માર્ચ, 2024) લોકસભા ચૂંટણી 2024ની તારીખોની જાહેરાત કરી છે. કયા રાજ્યમાં કયા દિવસે અને કેટલા તબક્કામાં મતદાન થશે અને પરિણામો ક્યારે જાહેર થશે તેની તારીખો ચૂંટણી પંચે જાહેર કરી છે. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કહ્યું કે 543 લોકસભા બેઠકો માટે સાત તબક્કામાં મતદાન થશે અને ચૂંટણીના પરિણામો 4 જૂને જાહેર કરવામાં આવશે. પ્રથમ તબક્કાનું મતદાન 19 એપ્રિલે અને છેલ્લું મતદાન 1 જૂનના રોજ થશે.
બેઠક નંબર | લોકસભા સીટ | મતદાન તારીખ |
1 | કચ્છ | 7 મે |
2 | બનાસકાંઠા | 7 મે |
3 | પાટણ | 7 મે |
4 | મહેસાણા | 7 મે |
5 | સાબરકાંઠા | 7 મે |
6 | ગાંધીનગર | 7 મે |
7 | અમદાવાદ પૂર્વ | 7 મે |
8 | અમદાવાદ પશ્ચિમ | 7 મે |
9 | સુરેન્દ્રનગર | 7 મે |
10 | રાજકોટ | 7 મે |
11 | પોરબંદર | 7 મે |
12 | જામનગર | 7 મે |
13 | જુનાગઢ | 7 મે |
14 | અમરેલી | 7 મે |
15 | ભાવનગર | 7 મે |
16 | આણંદ | 7 મે |
17 | ખેડા | 7 મે |
18 | પંચમહાલ | 7 મે |
19 | દાહોદ | 7 મે |
20 | વડોદરા | 7 મે |
21 |
છોટા ઉદેપુર |
7 મે |
22 | ભરુચ | 7 મે |
23 | બારડોલી | 7 મે |
24 | સુરત | 7 મે |
25 | નવસારી | 7 મે |
26 | વલસાડ | 7 મે |
બિહાર, ગુજરાત, હરિયાણા, મહારાષ્ટ્ર, ઉતરપ્રદેશ, કર્ણાટક, તામિલનાડુ સહિતના રાજ્યોની ખાલી પડેલી 26 બેઠકો પર પેટા ચૂંટણી યોજાશે. ગુજરાતની ખાલી પડેલી બેઠકો પર પણ પેટા ચૂંટણી યોજાશે. ગુજરાત વિધાનસભાની ખાલી પડેલી પાંચ વિધાનસભા બેઠકો 7 મેના રોજ મતદાન યોજાશે.
ગુજરાત વિધાનસભાની 5 ખાલી પડેલી બેઠકોને લઈ ચૂંટણી પંચે તારીખોની જાહેરાત કરી છે. વિજાપુર, ખંભાત, વાઘોડિયા, માણાવદર અને પોરબંદર બેઠક પર પેટા ચૂંટણી યોજાશે. વિસાવદર બેઠક પણ ખાલી છે પરંતુ આ બેઠકનો પેટા ચૂંટણીમાં કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.
વિજાપુર બેઠક સીજે ચાવડાએ રાજીનામું આપતા ખાલી પડી હતી. ખંભાત બેઠક ચિરાગ કુમાર પટેલે રાજીનામું આપતા ખાલી પડી હતી. વાઘોડિયા બેઠક ઘર્મેન્દ્ર વાધેલાએ રાજીનામું આપતા ખાલી પડી હતી. માણાવદર બેઠક અરવિંદભાઈ લાડાણીએ રાજીનામું આપતા ખાલી પડી હતી. પોરબંદર બેઠક અર્જૂનભાઈ મોઢવાડિયાએ રાજીનામું આપતા ખાલી પડી હતી.