Election 2024: લોકસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે. પરંતુ, નેશનલ ડેમોક્રેટિક એલાયન્સમાં સીટ વહેંચણીની ફૉર્મ્યૂલા હજુ નક્કી થઈ નથી. એનડીએમાં જીતન રામ માંઝી, ઉપેન્દ્ર કુશવાહ અને પશુપતિ પારસની પાર્ટી માટે લોકસભા સીટની વહેંચણી અંગે મંથન ચાલી રહ્યું છે. જો કે સીએમ નીતિશ કુમારની પાર્ટી જેડીયુને 16 સીટો આપવામાં આવી છે. હવે સ્પષ્ટ છે કે જનતા દળ સંયુક્ત બિહારમાં 16 લોકસભા બેઠકો પર ચૂંટણી લડવા જઈ રહ્યું છે. જેડીયુના વરિષ્ઠ નેતા અને રાષ્ટ્રીય પ્રવક્તા કેસી ત્યાગીએ કહ્યું છે કે અમારી પાર્ટી 16 બેઠકો પર ચૂંટણી લડવા જઈ રહી છે. અમારી પાસે 16 સીટો પર સાંસદ છે. આ વખતે કેટલાક ફેરબદલ સાથે અમને 16 બેઠકો મળી છે.


બિહારમાં બેઠકો વહેંચણીને લઇને જાહેરાત 
અહીં પશુપતિ કુમાર પારસે હાજીપુર, સમસ્તીપુર અને નવાદા માટે પણ ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. તેમણે સ્પષ્ટ કહ્યું છે કે અમારી સાથે ન્યાય નથી થઈ રહ્યો. અમે NDAની યાદીની રાહ જોઈ રહ્યાં છીએ, ત્યારબાદ અમે કેટલાક પગલાં લઈશું. તેમના નિવેદનથી ભાજપની ટોચની નેતાગીરીના કપાળ પર સળવળાટ થઈ ગયો. જો કે, સમસ્તીપુર બેઠક પશુપતિ પારસની પાર્ટીને આપવાની ચર્ચા હતી. પરંતુ, તેના બળવાખોર વલણ પછી થોડો ફેરફાર થઈ શકે છે. જ્યારે ઉપેન્દ્ર કુશવાહા ત્રણ અને પૂર્વ મુખ્યમંત્રી જીતનરામ માંઝી બે બેઠકોની માંગ કરી રહ્યા છે. તેમને એક-એક સીટ આપવાની વાત ચાલી રહી છે. ચિરાગ પાસવાનની પાર્ટી પણ પાંચ બેઠકો મેળવવાનો દાવો કરી રહી છે. મુકેશ સાહની પણ મુઝફ્ફરપુર સહિત બે લોકસભા સીટ માંગી રહ્યા છે. બિહારમાં સીટોની વહેંચણી અંગે ટોચનું નેતૃત્વ ટૂંક સમયમાં જાહેરાત કરશે.


આ હોઇ શકે છે એનડીએની શીટ શેરિંગની ફૉર્મ્યૂલા


ભાજપ - 17 બેઠકો
જેડીયુ - 16 બેઠકો
એલજેપી (રા.) - 5 બેઠકો
હમ - 1 બેઠકો
રાષ્ટ્રીય લોક મોરચા - 1 બેઠકો


હાજીપુર સીટ પરથી ચૂંટણી લડવાનો દાવો કરી રહ્યાં છે પારસ 
ચૂંટણી લડવાના સવાલ પર પશુપતિ પારસે કહ્યું કે અમારી કોઈની સાથે વાતચીત નથી. પરંતુ અમે હાજીપુરથી ચૂંટણી લડીશું. તેઓ લોકસભા ચૂંટણી લડશે જ્યાંથી આરએલજેપીના વર્તમાન સાંસદ છે. ચંદનસિંહ નવાદાથી અને પ્રિન્સ રાજ સમસ્તીપુરથી ચૂંટણી લડશે.