દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ એક વખત ફરી આમ આદમીના  સંયોજક માટે પસંદગી પામ્યા છે. સૂત્રો દ્રારા મળતી માહિતી મુજબ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય પરિષદની બેઠકમાં કાર્યકારિણીની ચૂંટણી યોજાઇ હતી. જેમાં પસંદગીનો કળશ ફરી એકવાર કેજરીવાલ પર જ ઢોળાયો છે.


 


દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ફરી એકવાર આમ આદમી પાર્ટીના સંયોજક બન્યાં છે.  સૂત્રો દ્રારા મળતી માહિતી મુજબ આજે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય પરિષદની બેઠકમાં મુજબ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય પરિષદની બેઠકમાં કાર્યકારિણીની ચૂંટણી યોજાઇ હતી. જેમાં પસંદગીનો કળશ ફરી એકવાર કેજરીવાલ પર જ ઢોળાયો છે.


કાર્યકારિણીની બેઠકમાં પંકજ ગુપ્તાને સચિવ  અને રાજ્યસભા સાંસદ એનડી ગુપ્તાને પાર્ટીના કોષાધ્યક્ષ તરીકે પસંદ કરવામાં આવ્યાં છે. આ ત્રણેય પદાધિકારીઓનો કાર્યકાળ 5 વર્ષનો હશે.


અરવિંદ કેજરીવાલ આમ આદમી પાર્ટીના સતત ત્રીજી વખત રાષ્ટ્રીય સંયોજક બનાવાયા છે. આ વર્ષની શરૂઆતમાં પાર્ટીના સંવિધાનને સંશોધિત કરીને કેટલાક પરિવર્તન કરાયા છે. સંવિધાનમાં પહેલા એવો ઉલ્લેખ  હતો કે કોઇપણ સદસ્ય એક પદાધિકારીના રૂપે એક પદ પદ પર ત્રણ-ત્રણ વર્ષના સતત  2 કાર્યકાળથી વધુ નહીં હોય. જો કે ફરી તેને બદલી દેવાયો.


ઉલ્લેખનિય છે કે,આવનાર વર્ષમાં કેટલાક રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી થવાની છે. જે આમ આદમી પાર્ટી માટે ખૂબ જ મહત્વપૂર્ણ હશે. પાર્ટી પંજાબમાં મુખ્ય વિપક્ષી દળ છે અને આ આવનાર ચૂંટણીમાં તે જીતનો દાવો પણ કરી રહી છે. ઉપરાંત ઉત્તરાખંડમાં પણ આમ આદમી પાર્ટી મેદાનમાં ઉતારવા તૈયારી કરી રહી છે અને મુખ્યમંત્રીના ઉમેદવાર પણ જાહેર કરી દીધા છે. 2022માં ગોવા અને ગુજરાતમાં પણ વિધાનસભાની ચૂંટણી થવાની છે. અહીં પણ આમ આદમી પાર્ટીને મોટી આશા છે. સ્થાનિક ચૂંટણીમાં પાર્ટીએ સુરતમાં સારૂ પ્રદર્શન કર્યું હતું. ગુજરાતમાંથી અનેક મોટી હસ્તીઓ આમ આદમી પાર્ટીમાં સામેલ થઇ છે.