Corona Third wave: કેરળ અને મહારાષ્ટ્ર વધતા જતાં કોરોના કેસ વચ્ચે મધ્યપ્રદેશમાં પણ છેલ્લા 11 દિવસમાં કોરોનાનું સંક્રમણ વધ્યું છે. મધ્યપ્રદેશના જબલપુરમાં દેશના કુલ કોરોનાના કુલ સંક્રમિત કેસના 33 કેસ નોંધાયા માત્ર જબલપુરમાં જ નોધાય છે.


મહારાષ્ટ્રના મંત્રી નિતીન રાઉતે થોડા સમય પહેલા જ એવો દાવો કર્યો હતો કે, કોરોનાની થર્ડ વેવ નાગપુરમાં શરૂ થઇ ગઇ છે. જો કે એક્સ્પર્ટેના અનુમાન મુજબ  કોવિડની થર્ડ વેવ મધ્યપ્રદેશમાં દસ્તક દઇ શકે છે. કારણ કે કોવિડનું સંક્રમણ મઘ્યપ્રદેશમાં સતત વધી રહ્યું છે. અહીં ગત મહિને દેશના એક્ટિવ કેસના 38% કેસ માત્ર મધ્યપ્રદેશમાં જ નોંધાયા છે. મધ્યપ્રદેશના જબલપુર જિલ્લામાં છેલ્લા 11 દિવસમાં કોરોનાનું સંક્રમણ વધ્યું છે. અહીં છેલ્લા 11 દિવસમાં કોરોનાનું સંક્રમણ વધ્યું છે. મધ્યપ્રદેશના જબલપુરમાં દેશના કુલ કોરોનાના કુલ સંક્રમિત કેસના 33 કેસ નોંધાયા માત્ર જબલપુરમાં જ નોધાય છે.


 ભોપાલ એમ્સ (AIIMS)ના ડાયરેક્ટર  ડોક્ટર શરમન શર્મા સિંઘે કહ્યું કે,” જ્યાં સુધી 100% વેક્સિનેશન નહી થાય ત્યાં સુધી એક પછી એક વેવની શક્યતા આવતી રહેશે તેને નકારી ન શકાય. મધ્યપ્રદેશમાં વઘી રહેલું કોરોનાનું સંક્રમણ એ વાતના સંકેત આપે છે. કોવિડના નવા-નવા વેરિયન્ટના કારણે પણ સંક્રમણ ફેલાતું રહે છે.


હેલ્થ એક્સપર્ટે કોવિડની થર્ડ વેવની ચેતાવણી આપતા કહે છે કે, જો કોવિડના સંક્રમણને રોકવા માટે યોગ્ય વર્તન નહી થાય તો ફરી સંક્રમણ વધાવવાની શક્યતા પુરેપુરી છે. આ માટે માસ્ક, સામાજિક અંતર  અને હેન્ડ વોશ કરતા રહેવું સેનેટાઇઝ કરવું અનિવાર્ય છે.


મધ્યપ્રદેશમાં કોરોનાની શું છે સ્થિતિ
દરમિયાન, 16 નવા કેસ મળ્યા બાદ શનિવારે મધ્યપ્રદેશમાં કોવિડ -19 સંક્રમણની સંખ્યા વધીને 7,92,327 થઈ ગઈ, જ્યારે કોઈ નવી જાનહાની નોંધાઈ ન હોવાથી મૃત્યુઆંક 10,517 પર યથાવત રહ્યો છે, રાજ્યમાં 136 સક્રિય કેસ સાથે રિકવરીની સંખ્યા 7,81,674  પર  છે.


દેશમાં શું છે કોરોનાની સ્થિતિ
કોરોનાના નવા કેસમાં છેલ્લા ત્રણ દિવસથી સામાન્ય ઘટાડો નોંધાયો છે. આજે રવિવારે સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં 28,591 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 338 લોકોના મોત થયા છે. જ્યારે  34,848 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. દેશમાં હાલમાં 6595 એક્ટિવ કેસ ઓછા થઇ ગયા છે.


કેરલમાં ગઇકાલે 20,487 નવા કેસ આવ્યા હતા જ્યારે 181 અને દર્દીઓના મોત થયા હતા. આ સાથે જ રાજ્યમાં કુલ દર્દીઓની સંખ્યા વધીને 43 લાખ 55 હજાર 191 થયા છે. જેમાં 22,844 લોકોના મોત થયા છે. કેરલમાં ગઇકાલે 26,155 દર્દીએ કોરોનાને મ્હાત આપી હતી. આ સાથે અત્યાર સુધીમાં 41,00,355 દર્દીઓએ કોરોના મુક્ત થયા છે