PM Modi Vs Arvind Kejriwal: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે વડાપ્રધાન મોદીના નિવેદન પર પલટવાર કર્યો છે. વડાપ્રધાન મોદીએ મફતમાં આપવાના વચનો પર નિશાન સાધ્યું હતું. કેજરીવાલે કહ્યું હતું કે આ અંગે મારો અભિપ્રાય છે કે ટેક્સપેયર્સ સાથે દગો ત્યારે થાય છે જ્યારે લોકો પાસેથી ટેક્સ લઈને અને તે પૈસાની મદદથી મિત્રોના દેવાને માફ કરી દેવામાં આવે છે. કરદાતાઓ વિચારે છે કે મારી પાસેથી ટેક્સ એમ કહીને લેવામાં આવે છે કે તમને સુવિધાઓ આપીશું, પરંતુ આ પૈસાની મદદથી પોતાના મિત્રોના દેવા માફ કરી દેવામાં આવે ત્યારે કરદાતાઓ છેતરાયાનો અનુભવ કરે છે.






કેજરીવાલે વધુમાં કહ્યું કે કરદાતા વિચારે છે કે તેઓએ ખાદ્ય ચીજો પર ટેક્સ લગાવ્યો અને મિત્રોનો ટેક્સ માફ કર્યો. તેમને ટેક્સમાં રાહત આપી. ત્યારે સામાન્ય માણસ વિચારે છે કે મારી સાથે છેતરપિંડી થઈ છે. કેજરીવાલે સમજાવ્યું કે જ્યારે કરદાતાના બાળકોને સારું અને મફત શિક્ષણ આપવામાં આવે ત્યારે તેઓ છેતરાતા નથી. જ્યારે અમે મફત સારવાર આપીએ છીએ ત્યારે કરદાતા છેતરાતા નથી. જ્યારે તેઓ તેમના મિત્રના દેવા માફ કરે છે ત્યારે કરદાતા સાથે છેતરપિંડી થાય છે. જો 10 લાખ કરોડ રૂપિયાની લોન માફ ન કરાઈ હોત તો દેશ ખોટની સ્થિતિમાં ન હોત. આપણે દૂધ, દહીં પર GST લગાવવાની જરૂર પડતી નહીં.


કેજરીવાલે કહ્યું કે જનમત સંગ્રહ થવો જોઈએ


કેજરીવાલે કહ્યું કે આ સારો મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે. મારો અભિપ્રાય છે કે દેશમાં જનમત સંગ્રહ થવો જોઈએ. લોકોને પૂછવામાં આવે કે જો તમે ટેક્સ ભરો છો તો શું સરકારના પૈસા એક પરિવાર માટે વાપરવા જોઈએ? એક પક્ષ ઈચ્છે છે કે સરકારી નાણાંનો ઉપયોગ એક પરિવાર માટે થાય. શું સરકારી નાણાં થોડા મિત્રોની લોન માફ કરવા માટે હોવા જોઈએ? શું સરકારી નાણાનો ઉપયોગ દેશના સામાન્ય લોકોને સુવિધાઓ, સારું શિક્ષણ, સારી સારવાર, સારા રસ્તાઓ આપવા માટે થવો જોઈએ. જો સરકારી પૈસાથી જનતાને સુવિધાઓ આપવાથી દેશને નુકસાન થશે તો સરકારનું શું કામ?


શું કહ્યું પીએમ મોદીએ?


વાસ્તવમાં પીએમ મોદીએ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી (AAP)નું નામ લીધા વગર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું હતું કે, જો રાજકારણમાં સ્વાર્થ હોય તો કોઈ પણ આવીને મફતમાં પેટ્રોલ અને ડીઝલ આપવાની જાહેરાત કરી શકે છે. આવા પગલાં આપણા બાળકો પાસેથી તેમના અધિકારો છીનવી લેશે, દેશને આત્મનિર્ભર બનતા અટકાવશે. આવી સ્વાર્થી નીતિઓથી દેશના પ્રમાણિક કરદાતાનો બોજ પણ વધશે.


 


Nitish Kumar Takes Oath: નીતિશ કુમારે આઠમી વખત સીએમ તરીકે શપથ લીધા, તેજસ્વી યાદવ ડેપ્યુટી સીએમ બન્યા


Updates: સ્ક્રીનશૉટથી લઇને સ્ટેટસ સુધીના WhatsAppમાં આવી રહ્યાં છે આ ત્રણ ધાંસૂ ફિચર, જાણો દરેક વિશે...........


Photos: ટીવીની હૉટ એક્ટ્રેસે શૉર્ટ ડ્રેસમાં ઇન્ટરનેટ પર શેર કર્યા ફોટોઝ, બ્લેક લૂકમાં લાગી સિઝલિંગ, જુઓ


Jio Independence Offer: જિયોની આ શાનદાર ઓફરમાં ફ્રી કૉલિંગ, ડેટા અને SMS સાથે વધારાના 3 હજાર રૂપિયાના કુપન મળશે, જાણો પ્લાન વિશે