Delhi News: દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આપ સંયોજક અરવિંદ કેજરીવાલે છત્રસાલ સ્ટેડિયમમાં 'જનતાની અદાલત'ને સંબોધતા ભાજપ અને PM નરેન્દ્ર મોદી પર જોરદાર વ્યંગબાણો છોડ્યા. કેજરીવાલે PM મોદીને પડકાર આપતા કહ્યું, "આજે હું મોદીજીને કહું છું કે એક જ કામ કરી દો, ફેબ્રુઆરીમાં દિલ્હીની ચૂંટણીઓ છે. ચૂંટણી પહેલા 22 રાજ્યોમાં વીજળી મફત કરી દો તો દિલ્હીની ચૂંટણીમાં મોદીજીનો પ્રચાર કરીશ."


વધુમાં, દિલ્હીમાં ગુનાખોરીની ઘટનાઓનો ડેટા રજૂ કરતા કેજરીવાલે ભાજપને ઘેર્યો. કેજરીવાલે કહ્યું, "આજે દિલ્હીમાં ચારે તરફ એવું વાતાવરણ થઈ રહ્યું છે. રોજ ગોળીઓ ચાલી રહી છે. ગેંગસ્ટરોએ ઠેકાણા બનાવી લીધા છે. અપરાધે બધી સીમાઓ તોડી નાખી છે. 90ના દાયકામાં જે હાલત મુંબઈની હતી તે દિલ્હીની થઈ રહી છે. કેટલી એવી ઘટનાઓ છે જે પોલીસ પાસે નથી જતી, પોલીસ FIR નથી કરતી. સામાન્ય માણસનું સુરક્ષિત જીવન મુશ્કેલ છે. દિલ્હી પોલીસ ભાજપ પાસે છે."


ગરીબ વિરોધી છે ભાજપ - કેજરીવાલ


બસના માર્શલના મુદ્દે પર ભાજપ પર હુમલો કરતા અરવિંદ કેજરીવાલે કહ્યું, "રાજકારણમાં આવ્યા પહેલા મેં 10 વર્ષ ઝૂંપડપટ્ટીઓમાં કામ કર્યું હતું. 10 વર્ષ બસમાં ધૂળ ખાધી છે. મને ખબર છે ત્યાં કેવી વ્યવસ્થા હોય છે. એક મહિલા જ્યારે બસમાં ચઢે છે તો સીટ ન મળે તો તેની સાથે કેવો વ્યવહાર કરવામાં આવે છે. હું ત્રણ ચાર વખત LG પાસે ગયો, પગ પકડ્યા અને કહ્યું કે બસ માર્શલ બંધ ન કરો. મહિલાઓને અસુરક્ષિત કરી દીધી અને બસ માર્શલ કોણ છે. આ ગરીબ બાળકો છે, 15 હજાર રૂપિયા મહિને મળતા હતા. ભાજપ ગરીબ વિરોધી છે."


તમારા બધા કામ કરાવી દઈશ, કેજરીવાલનું વચન


દિલ્હીની જનતાને આગળ વચન આપતા અરવિંદ કેજરીવાલે કહ્યું કે હું આવી ગયો છું. તમારા બધા કામ કરાવી દઈશ, બધાની નોકરી પાછી અપાવીશ. પગાર અપાવીશ. વળી, પૂર્વ બસ માર્શલને કેજરીવાલે કહ્યું, "તમારો મોટો ભાઈ આવી ગયો છે. આપણે સાથે મળીને લડીશું." કેજરીવાલે શનિવારની ઘટનાને લઈને કહ્યું, "મેં જોયું કે કાલે કેવી રીતે સૌરભ ભારદ્વાજ વિજેન્દ્ર ગુપ્તાના પગે પડ્યા હતા. આજે કોઈ મંત્રી બની જાય તો અહંકાર થઈ જાય છે. સૌરભ ભારદ્વાજ તમારો મંત્રી છે. કાલે દેશનું લોકતંત્ર ભાજપના પગમાં પડીને કણસી રહ્યું હતું."


આ પણ વાંચોઃ


ગુજરાત સરકારનો મોટો નિર્ણય: 60,254 કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ મળશે