નવી દિલ્હીઃ દિલ્હી ચૂંટણીમાં નાત્ર અરવિંદ કેજરીવાલની ઉમેદવારી નોંધાવવું જ ચર્ચાનો વિષય નથી રહ્યું પરંતુ તેની સંપત્તિ પર પણ હવે ચર્ચા થઈ રહી છે. કેજરીવાલના ચૂંટણી સોગંદનામા અનુસાર તેની સંપત્તિ અંદાજે દોઢ કરોડ રૂપિયા વદી છે. વર્ષ 2015ના ચૂંટણી સોગંદનામા અનુસાર કેજરીવાલની સંપત્તિ 2 કરોડ 9 લાખ 85 હજાર 336 રૂપિયા હતી જે હવે 2020માં વધીને 3 કરોડ 40 લાખ રૂપિયા થઈ ગઈ છે. ચૂંટણી સોગંદનામા અનુસાર 2015માં કેજરીવાલની પત્ની સુનીતા કેજરીવાલ પાસે રોકડ અને એફડીમાં કુલ 15 લાક રૂપિયા હતી જે 2020માં વધીને 57 લાખ રૂપિયા થઈ ગયા છે. પાર્ટીના એક પદાધિકારી અનુસાર સ્વૈચ્છિક સેનાનિવૃત્તિ લાભ એટલે કે વીઆરએસ તરીકે સુનીતા કેજરીવાલને 32 લાખ રૂપિયા અને એફડી મળી બાકીની તેની બચત છે. 2015માં કેજરીવાલની પાસે રોકડ અને એફડી 2 લાખ 36 હજાર રૂપિયા હતા જે 2020માં વધીને 9 લાખ 65 હજાર રૂપિયા થઈ ગયા છે. કેજરીવાલની પત્નીની સ્થાવર મિલકતમાં કોઈ ફેરફાર નથી થયો. જ્યારે કેજરીવાલની સ્થાવર મિલકત 92 લાખ રૂપિયાથી વધીને 177 લાખ રૂપિયા થઈ ગઈ છે. 2015 અને2020ના સોગંદનામા અનુસાર કેટલી છે કેજરીવાલની સંપત્તિ
 સંપત્તિનું વિવિરણ20152020
કેજરીવાલની પાસે રોકડ15 હજાર12 હજાર
પત્ની પાસે રોકડ10 હજાર9 હજાર
આશ્રિત પાસે રોકડ1 હજાર1 હજાર
કુલ26 હજાર22 હજાર
કેજરીવાલ બેંકમાં જમા2.11 લાખ9.82 લાખ
પત્ની બેંકમાં જમા5.58 લાખ23.06 લાખ
આશ્રિત બેંકમાં જમા30 હજાર38 હજાર
કુલ7.98 લાખ33.26 લાખ
માત્ર પત્ની પાસે Mutual Fund36 હજાર15.31 લાખ
કાર પત્નીના નામે---मारूति बलिनो – 6.20 લાખ
માત્ર પત્ની પાસે Gold300 ગ્રામ, 9 લાખ320 ગ્રામ, 12 લાખ
માત્ર પત્ની પાસે ચાંદી400 ગ્રામ, 24 હજાર1 કિલો, 40 હજાર
જમીન (કેજરીવાલના નામે)ગાજિયાબાદા, યૂપી – 55 લાખ સિવની, હરિયાણા – 37 લાખગાજિયાબાદ, યૂપી – 1.4 કરોડ સિવની, હરિયાણા – 37 લાખ
રહેણાંક મકાન (પત્નીના નામે)ગુરુગ્રામ, હરિયાણા – 1 કરોડગુરુગ્રામ, હરિયાણા – 1 કરોડ
લોન (પત્નીના નામે)30 લાખ બેંકમાંથી 11 લાખ સંબંધીઓ પાસેથીકોઈ લોન નહીં
કુલ2,09,85,3363,44,42,870