Arvind Kejriwal Resign: દિલ્હી એક્સાઇઝ પોલિસી કેસમાં જામીન પર બહાર આવેલા મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે રવિવારે (15 સપ્ટેમ્બર) રાજીનામાની જાહેરાત કરી બધાને ચોંકાવી દિધા છે.  AAP કાર્યકર્તાઓને સંબોધતા અરવિંદ કેજરીવાલે મોટી જાહેરાત કરતા કહ્યું,  કે હું બે દિવસ પછી રાજીનામું આપવા જઈ રહ્યો છું. આગામી મુખ્યમંત્રીની પસંદગી માટે ધારાસભ્ય દળની બેઠક થશે. જેમાં આગામી મુખ્યમંત્રી અંગે નિર્ણય લેવામાં આવશે.






મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે, જનતાના આશીર્વાદથી અમારી પાસે ભાજપના તમામ ષડયંત્રનો સામનો કરવાની શક્તિ છે. અમે ભાજપ સામે ઝૂકીશું નહીં, રોકાઈશું નહીં કે વેચાઈશું નહીં. અમે આજે દિલ્હી માટે ઘણું બધું કરી શક્યા છીએ કારણ કે અમે પ્રામાણિક છીએ. આજે તેઓ આપણી પ્રામાણિકતાથી ડરે છે કારણ કે તે પ્રામાણિક નથી. હું “પૈસાથી સત્તા અને સત્તાથી પૈસા”ની આ રમતનો ભાગ બનવા નથી આવ્યો.


તેમણે વધુમાં કહ્યું કે, “2 દિવસ પછી હું સીએમ પદ પરથી રાજીનામું આપીશ. મને કાયદાની અદાલતમાંથી ન્યાય મળ્યો, હવે જનતાની અદાલત મને ન્યાય આપશે. હવે હું દિલ્હીની જનતાના આદેશ બાદ જ ફરી મુખ્યમંત્રીની ખુરશી પર બેસીશ.   


દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ એક્સાઇઝ પોલિસી 'કૌભાંડ' કેસમાં સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળ્યાના બે દિવસ બાદ રવિવારે આમ આદમી પાર્ટીના મુખ્યાલય પહોંચ્યા હતા. પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓને મળ્યા બાદ સીએમ કેજરીવાલે કાર્યકર્તાઓને સંબોધિત કર્યા હતા. આ દરમિયાન સીએમ કેજરીવાલે મોટી જાહેરાત કરતા કહ્યું કે, હું બે દિવસ પછી સીએમ પદ પરથી રાજીનામું આપીશ. મોટી જાહેરાત કરતા તેમણે કહ્યું કે, આજથી બે દિવસ પછી હું રાજીનામું આપવા જઈ રહ્યો છું, હું CMની ખુરશી પર ત્યાં સુધી નહીં બેશું, જ્યાં સુધી જનતા પોતાનો ચૂકાદો ન આપે કે કેજરીવાલ પ્રામાણિક છે.


Delhi News: અરવિંદ કેજરીવાલે CM પદેથી રાજીનામું આપવાની કરી જાહેરાત,સિસોદિયા પણ નહીં સંભાળે પદ