Arvind Kejriwal News: આમ આદમી પાર્ટી (AAP)ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ હવે મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપ્યા બાદ તમામ સરકારી સુવિધાઓ છોડી દેશે. અરવિંદ કેજરીવાલ સીએમ આવાસ છોડશે. AAPના રાજ્યસભા સાંસદ સંજય સિંહે બુધવારે (18 સપ્ટેમ્બર) જણાવ્યું હતું કે, "અરવિંદ કેજરીવાલ 15 દિવસમાં સરકારી આવાસ ખાલી કરશે."






તેમણે કહ્યું હતું કે , "મુખ્યમંત્રી તરીકે વ્યક્તિને ઘણી સુવિધાઓ મળે છે અને કેજરીવાલને પણ મળી છે." ગઈકાલે રાજીનામું આપ્યા બાદ પહેલા તેમણે કહ્યું કે અમે તમામ સુવિધાઓ છોડી દઈશું. તેમની સુરક્ષા પર પણ સવાલ છે. તેમના પર હુમલાના અનેક પ્રયાસો કરવામાં આવ્યા હતા. ભાજપના લોકોએ હુમલા કર્યા હતા. શારીરિક ઈજા થઈ છે. અમને તેમના પરિવારની ચિંતા છે.


સુરક્ષાની ચિંતા- સંજય સિંહ


સંજય સિંહે કહ્યું, "અમે તેમને સમજાવવાનો પ્રયાસ કર્યો પરંતુ કેજરીવાલે કહ્યું કે હું જેલમાં રહ્યો છું, ભયંકર ગુનેગારોની વચ્ચે ભગવાન મારી રક્ષા કરશે." સામાન્ય લોકોની વચ્ચે રહેશે. અમે ક્યાં રહીશું એ હજુ નક્કી નથી. પરંતુ નવું આવાસ ટૂંક સમયમાં મળી જશે.


મંગળવારે જ અરવિંદ કેજરીવાલે લેફ્ટનન્ટ ગવર્નર વિનય સક્સેનાને પોતાનું રાજીનામું સોંપ્યું હતું. જ્યારે કોઈ પણ નેતા મુખ્યમંત્રી રહેતા નથી ત્યારે તેમને પોતાનું સત્તાવાર નિવાસસ્થાન ખાલી કરવા માટે પૂરતો સમય આપવામાં આવે છે. જે વધુમાં વધુ ત્રણ મહિના સુધી હોઈ શકે છે.


સરકારી આવાસના રિનોવેશનને લઇને વિવાદ


હાલમાં અરવિંદ કેજરીવાલ જે સરકારી મકાનમાં રહે છે તે સિવિલ લાઇન્સના ફ્લેગ સ્ટાફ રોડ પર આવેલું છે. અરવિંદ કેજરીવાલ તેના રિનોવેશન પરના ખર્ચને લઈને ભાજપના નિશાના પર આવ્યા હતા. આને મુદ્દો બનાવીને ભાજપે દિલ્હી સરકાર સામે મોરચો ખોલ્યો હતો. જે બાદ એલજીએ એન્ટી કરપ્શન બ્રાન્ચ દ્વારા તપાસ શરૂ કરી હતી.


ડિસેમ્બર 2013માં જ્યારે અરવિંદ કેજરીવાલ પહેલીવાર મુખ્યમંત્રી બન્યા ત્યારે તેઓ ગાઝિયાબાદના કૌશામ્બી વિસ્તારમાં રહેતા હતા. આ પછી મુખ્યમંત્રી તરીકે તેઓ દિલ્હીના તિલક લેન સ્થિત ઘરમાં રહેવા લાગ્યા. આ પછી જ્યારે ફેબ્રુઆરી 2015માં દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકાર બની ત્યારે તે ઉત્તર દિલ્હીના સિવિલ લાઈન્સ વિસ્તારમાં રહેવા લાગ્યા હતા. રાષ્ટ્રીય પાર્ટીના અધ્યક્ષ હોવાના કારણે અરવિંદ કેજરીવાલ સરકારી આવાસ મેળવવાના હકદાર છે. હવે એ જોવાનું રસપ્રદ રહેશે કે તેમનું નવું લોકેશન ક્યાં હશે?