મુંબઇઃ ક્રૂઝ શિપ ડ્રગ્સ મામલામાં એક્ટર શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનના જામીન પર આજે નિર્ણય આવ્યો નહોતો. હવે કોર્ટ આ મામલામાં આવતીકાલે એટલે કે ગુરુવારે સુનાવણી કરશે. આર્યનના જામીન પર લાંબી ચર્ચા થઇ હતી અને કોર્ટે કહ્યું કે હવે આવતીકાલે બપોરે 12 વાગ્યે આ મામલે સુનાવણી થશે.


એનસીબીએ ગોવા જઇ રહેલા કોર્ડેલિયા ક્રૂઝ જહાજ પર દરોડા બાદ ત્રણ ઓક્ટોબરે આર્યન ખાનની ધરપકડ કરી હતી. હાલમાં આર્યન મુંબઇની આર્થર રોડ જેલમાં બંધ છે. તેણે ગયા સપ્તાહમાં જામીન માટે મેજિસ્ટ્રેટ કોર્ટમાં અરજી કરી હતી. કોર્ટે કહ્યું હતું કે જામીન અરજી પર વિચાર કરવાનો તેને કોઇ અધિકાર નથી. બાદમા આર્યને સ્પેશ્યલ કોર્ટમાં અરજી કરી હતી.


આજે થયેલી સુનાવણીમાં કોર્ટમાં આર્યન ખાનના વકીલ અમિત દેસાઇએ કહ્યું કે ક્રૂઝમાંથી જપ્ત ડ્રગ્સ સાથે આર્યન ખાનને કોઇ લેવા દેવા નથી. આર્યને કોઇ ગુનો કર્યો નથી. એનસીબી સારુ કામ કરી રહી છે પરંતુ નિર્દોષોને ફસાવે નહીં.


જ્યારે એનસીબીએ કોર્ટમાં કહ્યું કે આરોપી પાસેથી કાંઇ મળી આવ્યું નથી પરંતુ તે મોટા કાવતરાનો હિસ્સો છે. વિદેશોમાંથી લેવડ દેવડની તપાસ જરૂરી છે. એનસીબીએ કોર્ટમાં દાવો કર્યો છે કે અત્યાર સુધીમાં તપાસમાં આર્યન ખાનની કાવતરામાં સંડોવણી અને નશીલા પદાર્થની ગેરકાયદેસર ખરીદી અને ઉપભોગમાં ભૂમિકાનો ખુલાસો થયો છે. સુનાવણી દરમિયાન એનસીબીના ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડે હાજર રહ્યા હતા. આર્યન ખાન સિવાય મુનમુન ધમેચા, અરબાજ મર્ચન્ટ, નૂપુર સતીજા અને મોહક જયસ્વાલની ધરપકડ કરી હતી. એનસીબીએ આ મામલામાં અત્યાર સુધીમાં 20 લોકોની ધરપકડ કરી છે.


India Corona Cases: દેશમાં ઘટી રહ્યા છે કોરોનાના કેસ, છેલ્લા 24 કલાકમાં કુલ નોંધાયેલા કેસમાં આશરે 50 ટકા કેરળમાં


ગુજરાત સરકારે સ્પર્ધાત્મક પરીક્ષાઓ અંગે શું લીધો મોટો નિર્ણય ? જાણો વિગત


Manmohan Singh Hospitalised: પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહની તબિયત બગડી, AIIMSમાં ભરતી