પુણેઃ એઆઇએમઆઇએમ નેતા અસદુદ્દીન ઓવૈસીએ કોંગ્રેસ પર સીધો પ્રહાર કર્યો છે, તેમને કહ્યું કે, કોંગ્રેસનો હવે સફાયો થઇ ચૂક્યો છે, અને હવે તેને 'કેલ્શિયમના ઇન્જેક્શન' આપીને પણ નથી બચાવી શકાતી.

ઓવૈસીએ દાવો કર્યો કે કોંગ્રેસ નેતૃત્વ મહારાષ્ટ્ર અને હરિયાણાની મહત્વપૂર્ણ ચૂંટણીઓને નજરઅંદાજ કરી રહ્યું છે. તેને કહ્યું કે, 'દેશના રાજકીય નકશામાથી કોંગ્રેસ પતી ગઇ, સફાયો થઇ ગઇ છે.' મહારાષ્ટ્ર અને હરિયાણા ચૂંટણીને લઇને ઓવૈસીએ કોંગ્રેસને આડેહાથે લીધી હતી.


આ પહેલા પણ કોંગ્રેસ પર એટેક કરતાં ઓવૈસીએ કહ્યું હતું કે, કાલ સુધી કોંગ્રેસના નેતાઓ બીજેપીની એ ટીમ અને બી ટીમ કહ્યાં કરતા હતા, આજે તે જ કોંગ્રેસના નેતાઓ કોંગ્રેસ છોડી-છોડીને બીજેપીમાં સામેલ થઇ રહ્યાં છે.



મહારાષ્ટ્રમાં મુસ્લિમોને અનામત આપવાનુ સમર્થન કરતા ઓવૈસીએ કહ્યું હતુ કે, આ મુદ્દે પર તે જોરશોરથી અવાજ ઉઠાવતા રહેશે. સાથે ઓવૈસીએ શિવસેના અને આદિત્ય ઠાકરે પર પણ જબરદસ્ત હુમલો કર્યો હતો.