ઓવૈસીએ આરોપ લગાવ્યો કે આ સરકાર મુસલમાનોના રાષ્ટ્રવિહીન બનાવનું કાવતરૂ કરી રહી છે. તેમણે એ પણ દાવો કર્યો કે આ બિલ ફરી એક વાર દેશના ભાગલા પાડવાનો રસ્તો તૈયાર કરશે. તેમણે બિલનો વિરોધ કરતા કહ્યું આ સંવિધાનની વિરૂદ્ધ છે. અસદ્દુદીન ઓવૈસીએ કહ્યું, 'મહાત્મા ગાંધીએ દક્ષિણ આફ્રીકામાં નાગરિકતા કાર્ડને ફાડ્યુ હતું અને હું આજે આ બિલને ફાડુ છું. ત્યાર બાદ તેમણે બિલની કોપી ફાડી હતી.'
અસદ્દુદીન ઓવૈસીએ બિલના વિરોધમાં કહ્યું કે તેનાથી દેશને ખતરો છે. તેમણે કહ્યું બિલમાં ધર્મના આધાર પર લોકોના ભાગલા પાડવામાં આવ્યા છે. ઓવૈસીએ આટલેથી ન રોકાયા અને કહ્યું દેશના બીજી વખત ભાગલા પાડવા માટે બિલ લાવવામાં આવ્યું છે.