નવી દિલ્હીઃ આમ આદમી પાર્ટીની મુશ્કેલીઓ ઓછું થવાનું નામ જ લઈ રહી નથી. પેહલા પત્રકાર આશુતોષે પાર્ટી છોડવાની જાહેરાત કરી હતી. હવે વધુ એક મહત્વના સાથી આશીષ ખેતાને સક્રિય રાજકારણમાંથી બ્રેક લેવાની જાહેરાત કરી દીધી છે. AAP નેતા આશીષ ખેતાને ટ્વિટ કરીને કહ્યું કે, હાલ મારું ધ્યાન સંપૂર્ણ રીતે મારી કાયદાની પ્રેક્ટિસ પર છે. તેથી હું એક્ટિવ પોલિટિક્સથી દૂર છું. આશીષ ખેતાન પહેલા જ દિલ્હી ડાયલોગ કમિશનના વાઇસ ચેરમેન પદેથી રાજીનામું આપી ચુક્યા છે. ખેતાને લો પ્રેક્ટિસ માટે પાર્ટીમાંથી થોડા સમય બ્રેક લીધો હતો. ખેતાનને આગામી લોકસભા ચૂંટણી માટે નવી દિલ્હીથી ચૂંટણી લડવાની ઓફર કરી હોવાનું કહેવાય છે. ખેતાને 2014માં પણ અહીંયાથી ચૂંટણી લડી હતી. આશુતોષે 15 ઓગસ્ટના રોજ આમ આદમી પાર્ટી છોડવાની જાહેરાત કરી હતી. તેણે આ માટે અંગત કારણ જણાવ્યું હતું. પાર્ટી નેતાઓએ આશુતોષને મનાવવાની ઘણી કોશિશ કરી પરંતુ વાતચીત નિષ્ફળ રહી હતી.