નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીમાં મળેલી હારના કારણો પર મંથન કરવા માટે મળેલી કોગ્રેસ વર્કિગ કમિટીની બેઠકમાં પાર્ટી અધ્યક્ષ રાહુલ ગાંધી વરિષ્ઠ નેતાઓ પર પુત્ર મોહને લઇને ખૂબ વરસ્યા હતા. બેઠકમા હાજર રહેલા એક સૂત્રએ કહ્યું કે, નારાજ રાહુલ ગાંધીએ કહ્યું કે, પોતાના દીકરાની ટિકિટ માટે કેટલાક નેતાઓએ તેમના પર એમ કહીને દબાણ ઉભું કર્યુ હતું કે, દીકરાને ટિકિટ નહી મળવા પર તેઓ રાજીનામું આપી દેશે. રાહુલ ગાંધીનો ઇશારો રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત અને મધ્યપ્રદેશના મુખ્યમંત્રી કમલનાથ અને ચિદંબરમ તરફ હતો.
બેઠકમાં હાજર સૂત્રો તરફથી મળેલી જાણકારી અનુસાર, વાસ્તવમાં બેઠક દરમિયાન જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું હતું કે, આપણે રાજ્યોમાં સ્થાનિક નેતૃત્વને મજબૂત કરવું જોઇએ. સૌથી અંતમાં બોલતા રાહુલે કહ્યું કે, સિંધિયાની આ વાતનો જવાબ આપતા કટાક્ષ કર્યો હતો કે, શું આપણે એટલા માટે રાજ્યોમા નેતૃત્વને મજબૂત કરવું જોઇએ કે મુખ્યમંત્રી પોતાના દીકરાના ટિકિટ માટે દબાણ ઉભું કરે.
રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતના દીકરા વૈભવ ગેહલોત જોધપુર બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા અને હાર્યા હતા. જ્યારે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી કમલનાથના દીકરા છિંદવાડા અને ચિદંબરમના દીકરા કાર્તિક ચિબંદરમ તમિલનાડુની શિવગંગા બેઠક પરથી ચૂંટણી લડી જીત્યા હતા. ચિદંબરમ કોગ્રેસ વર્કિગ કમિટીના સભ્ય છે.
CWCમાં નેતાઓના પુત્ર મોહ પર વરસ્યા રાહુલ ગાંધી, કહ્યુ- દીકરાની ટિકિટ માટે નેતાઓએ કર્યું દબાણ
abpasmita.in
Updated at:
26 May 2019 09:49 AM (IST)
બેઠકમા હાજર રહેલા એક સૂત્રએ કહ્યું કે, નારાજ રાહુલ ગાંધીએ કહ્યું કે, પોતાના દીકરાની ટિકિટ માટે કેટલાક નેતાઓએ તેમના પર એમ કહીને દબાણ ઉભું કર્યુ હતું
- - - - - - - - - Advertisement - - - - - - - - -