DELHI : કેન્દ્રીય સાંસ્કૃતિક મંત્રી જી.કિશન રેડ્ડીએ મીડિયા સાથે વાત કરતા કહ્યું કે, હાલમાં ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI) દ્વારા કુતુબ મિનાર સંકુલમાં ખોદકામ અને સર્વે કરવા માટે આવો કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. તેમણે કહ્યું કે સોશિયલ મીડિયા પર આવી રહેલી આ માહિતી ચોખ્ખી અફવા છે. કુતુબ મિનાર સંકુલના ખોદકામ અંગે હજુ સુધી કોઈ નિર્ણય લેવાયો નથી. તેમણે કહ્યું કે, હાલમાં આવો કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.


કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં રવિવારે દાવો કરવામાં આવ્યો હતો કે સંસ્કૃતિ મંત્રાલયના આદેશ પર કુતુબ મિનારમાં મૂર્તિઓનો સર્વે કરવામાં આવશે. જો કે, હવે કેન્દ્રીય મંત્રીએ આ દાવાઓને સંપૂર્ણ રીતે નકારી કાઢ્યા છે. રિપોર્ટમાં કુતુબ મિનાર સંકુલમાં ખોદકામની વાત પણ કરવામાં આવી છે. મીડિયા રિપોર્ટમાં એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે ખોદકામનો નિર્ણય લેતા પહેલા સંસ્કૃતિ સચિવ ગોવિંદ મોહને એક ટીમ સાથે કુતુબ મિનાર કેમ્પસનું નિરીક્ષણ કર્યું હતું.


કુતુબમિનારમાં ખોદકામના સમાચાર મીડિયામાં આવ્યા હતા
મીડિયા અહેવાલોમાં એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે નિરીક્ષણ કરવા પહોંચેલી ટીમમાં 4 ASI અધિકારીઓ, 3 ઇતિહાસકારો અને સંશોધકો પણ હાજર હતા. ASI અધિકારીઓએ જણાવ્યું કે કુતુબ મિનારનું 1991થી ખોદકામ કરવામાં આવ્યું નથી. મીડિયા રિપોર્ટ્સમાં એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે ઘણા સંશોધનો હજુ બાકી છે, જેના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે.


કેન્દ્રીય મંત્રી જી. કિશન રેડ્ડીના નિવેદન બાદ તમામ અફવાઓ પર પૂર્ણવિરામ મુકાઈ ગયું
આ પહેલા પણ આખા દેશમાં મંદિર અને મસ્જિદને લઈને વિવાદ ચાલી રહ્યો છે. રાજધાની દિલ્હીમાં સ્થિત કુતુબ મિનાર પણ આ વિવાદમાં બાકાત  નથી રહ્યો. રવિવારે જ સોશિયલ મીડિયામાં એવી અફવા ફેલાઈ હતી કે હવે કુતુબ મિનારનું પણ ખોદકામ કરવામાં આવશે. આ ઐતિહાસિક ઈમારતના ખોદકામ બાદ અહીંની મૂર્તિઓનો સર્વે   કરવામાં આવશે. સોશિયલ મીડિયામાં એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે ખોદકામ પહેલા સંસ્કૃતિ સચિવે એક ટીમ સાથે પરિસરનું નિરીક્ષણ કર્યું હતું. પરંતુ કેન્દ્રીય મંત્રી જી.કિશન રેડ્ડીના આ નિવેદન બાદ તમામ બાબતો થંભી ગઈ હતી.