આસામમાં ભાજપ આસામ ગણ પરિષદ અને યૂનાઈટેડ પીપુલ્સ પાર્ટી લિબરલ સાથે ગઠબંધનન કરી ચૂંટણી લડી રહ્યું છે. ગઠબંધન કરાર મુજબ ભાજપ 92, એજીપી 26 અને યૂપીપીએલ 8 બેઠકો પર ચૂંટણી લડશે.
ઉલ્લેખનીય છે કે ઉમેદવારોના નામ પર મંથન માટે ગુરુવારે દિલ્હીમાં ભાજપ કેંદ્રીય ચૂંટણી સમિતિની બેઠક મળી હતી. આ બેઠકમાં પીએમ મોદી, અમિત શાહ, ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડા સહિત પાર્ટીના કેંદ્રીય ચૂંટણી સમિતિના સદસ્યો હાજર રહ્યા હતા.
આસામમાં કુલ 126 વિધાનસભા બેઠકો પર 27 માર્ચથી ત્રણ તબક્કામાં મતદાન થશે. મતગણતરી 2જી મેના દિવસે કરવામાં આવશે.