નવી દિલ્હીઃ દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા વિરુદ્ધ વધુ એક માનહાનિનો કેસ નોંધવામાં આવ્યો છે. આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાએ 30 જૂનના રોજ કામરૂપ (ગ્રામીણ)માં CJM કોર્ટ સમક્ષ દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા સામે ફોજદારી માનહાનિનો કેસ દાખલ કર્યો છે. આ પહેલા સીએમ હિમંત બિસ્વા સરમાની પત્ની રિંકી ભુઇયા સરમાએ પણ મનીષ સિસોદિયા વિરુદ્ધ સિવિલ જજ કોર્ટમાં 100 કરોડ રૂપિયાનો માનહાનિનો કેસ દાખલ કર્યો છે.






શું છે કેસ?


વાસ્તવમાં, આમ આદમી પાર્ટી (AAP)ના નેતા મનીષ સિસોદિયાએ 4 જૂને એક પ્રેસ કોન્ફરન્સમાં આરોપ લગાવ્યો હતો કે જ્યારે ભારત 2020માં કોરોના મહામારી સામે લડી રહ્યો હતો ત્યારે આસામના સ્વાસ્થ્ય મંત્રી હિમંત બિસ્વા સરમાએ તેમની પત્ની અને પુત્રના ટ્રેડિંગ પાર્ટનર્સની કંપનીઓને PPE કિટ સપ્લાય કરવા માટે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યા હતા. જો કે, આસામ સરકારે એવા આરોપોને નકારી કાઢ્યા છે કે મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાનો પરિવાર કોરોના મહામારી દરમિયાન PPE કિટના સપ્લાયમાં કથિત ગેરરીતિમાં સામેલ હતો.


હિમંત બિસ્વા સરમાએ ચેતવણી આપી હતી


હાલમાં રાજ્યના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાએ આ આરોપો બાદ દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા સામે ફોજદારી માનહાનિનો કેસ દાખલ કરવાની ધમકી આપી હતી. શર્માએ ટ્વીટમાં કહ્યું હતું કે આસામ પાસે ભાગ્યે જ કોઈ PPE કિટ હતી. તેમણે કહ્યું, 'મારી પત્નીએ આગળ આવવાની હિંમત બતાવી અને સરકારને લગભગ 1500 કિટ દાનમાં આપી હતી. સરમાની પત્ની રિંકી સરમા જેસીબી ઈન્ડસ્ટ્રીઝમાં ભાગીદાર છે.


મનીષ સિસોદિયાએ શું આરોપ લગાવ્યા?


મનીષ સિસોદિયાએ ટ્વિટ કરીને કહ્યું હતું કે, માનનીય મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાજી! અહીં તમારી પત્નીનો જેસીબી ઈન્ડસ્ટ્રીઝના નામે 5000 કિટ પ્રતિ કિટ 990 રૂપિયામાં ખરીદવાનો કોન્ટ્રાક્ટ છે. મને કહો કે આ કાગળ નકલી છે? આરોગ્ય મંત્રી તરીકે ટેન્ડર બહાર પાડ્યા વગર તમારી પત્નીની કંપની ખરીદવાનો ઓર્ડર આપવો શું ભ્રષ્ટાચાર નથી?


AAP નેતાએ કહ્યું કે સરમાએ "COVID-19 કટોકટીનો લાભ લેતા" તેમની પત્નીની કંપની અને પુત્રના વ્યવસાયિક ભાગીદારોને 990 રૂપિયાની PPE કીટ તાત્કાલિક સપ્લાય કરવાનો આદેશ આપ્યો. સિસોદિયાએ આરોપ લગાવ્યો હતો કે સરમાની પત્નીની કંપની મેડિકલ ઈક્વિપમેન્ટનો બિઝનેસ પણ કરતી નથી. ન્યૂઝને ટાંકીને મનીષ સિસોદિયાને કહ્યું હતું કે જોકે મુખ્યમંત્રીની પત્નીની કંપનીનો કોન્ટ્રાક્ રદ કરવામાં આવ્યો હતો કારણ કે તેમની કંપની પીપીઇ કિટ સપ્લાટ કરી શકી નહોતી. તેમના પુત્રના બિઝનેસ પાર્ટનર્સની કંપનીને અન્ય સપ્લાય ઓર્ડર 1,680 રૂ.ના દરે આપવામાં આવ્યો હતો.