Night Curfew: દેશમાં કોરોના વાયરસના નવા વેરિએન્ટ ઓમિક્રોનના ફેલાવા વચ્ચે આસામ સરકારે પણ રાજ્યમાં રાત્રિ કર્ફ્યુ સહિત અનેક પ્રતિબંધોની જાહેરાત કરી છે. કોરોનાના વધતા જતા કેસોને રોકવા માટે સરકારે સાવચેતીના ભાગરૂપે આ પગલાં લીધા છે. શનિવારે સરકાર દ્વારા જારી કરવામાં આવેલી માર્ગદર્શિકા અનુસાર, 26 ડિસેમ્બર સુધી સમગ્ર રાજ્યમાં રાત્રે 11.30 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યુ રહેશે. જો કે, 31 ડિસેમ્બરે નાઇટ કર્ફ્યુમાંથી રાહત આપવામાં આવી છે.
રાજ્ય સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલી માર્ગદર્શિકામાં કહેવામાં આવ્યું છે કે જિલ્લાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ખુલ્લા સ્થળોએ લોકોના એકઠા થવાની મર્યાદા જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી નક્કી કરશે. બંધ જગ્યાઓ ક્ષમતાના 50 ટકા સુધી એકત્રિત કરી શકે છે. સરકારે કહ્યું છે કે મહત્વના ધાર્મિક સ્થળો પર કલાક દીઠ 60 લોકોને પ્રવેશ આપવામાં આવશે, જેમણે રસીના બંને ડોઝ લીધા છે. અન્ય ધાર્મિક સ્થળોમાં પ્રતિ કલાક 40 લોકોને પ્રવેશ આપવામાં આવશે.
નવા આદેશ અનુસાર, તમામ કાર્યસ્થળો, વ્યવસાયિક સંસ્થાઓ, ખાદ્યપદાર્થોની દુકાનો, રાશનની દુકાનો, ડેરીઓ રાત્રે 10.30 વાગ્યા પછી ખુલશે નહીં. સિનેમાઘરો 50 ટકા દર્શકો સાથે ચાલશે. થિયેટરમાં ફક્ત એવા દર્શકોને જ મંજૂરી આપવામાં આવશે જેમણે કોરોનાના બંને ડોઝ લીધા છે. રાહતની વાત એ છે કે આસામમાં ઓમિક્રોનનો એકપણ કેસ નોંધાયો નથી.
આ દરમિયાન ભાજપ શાસિત કર્ણાટકમાં પણ કલમ 144 લાગુ કરવામાં આવી છે. કર્ણાટકના આરોગ્ય મંત્રી ડો, સુધાકરે કહ્યું, રાજ્યમાં 3 જાન્યુઆરીથી 15 થી 18 વર્ષના બાળકોનું રસીકરણ શરૂ કરાશે. રાજ્યમાં 43 લાખ બાળકોન થે. 28 ડિસેમ્બરથી રાજ્યમાં 10 દિવસ માટે રાત્રે 10 થી સવારે 6 સુધી કલમ 144 લાગુ રહેશે.