નવી દિલ્હીઃ ટોક્યો ઓલિમ્પિક માટે ક્વૉલિફાય કરવાની તૈયારીમાં જોડાયેલી સ્ટાર દોડવીર હિમા દાસને આસામ સરકારે પોલીસ ઉપ અધિક્ષક એટલે કે ડીએસપી નિયુક્ત કરી છે. હિમા દાસે આસામના મુખ્યમંત્રી અને પૂર્વ કેન્દ્રીય રમતમંત્રી સર્વાનંદ સોનોવાલનો આભાર માનતા કહ્યું આનાથી તેને પ્રેરણા મળશે.

હિમા દાસે ટ્વીટ કર્યુ- હું મુખ્યમંત્રી સર્વાનંદ સોનોવાલ અને હેમંત વિશ્વાસરને આ નિયુક્તિ માટે ધન્યવાદ પાઠવુ છુ, આનાથી મને પ્રેરણા મળશે. હું રાજ્ય અને દેશની સેવા કરવા માટે તત્પર છુ. જય હિન્દ. રમતમંત્રી કિરેન રિજીજૂએ આસામ સરકારની પ્રસંશા કરતા ટ્વીટ કર્યુ- ખુબ સરસ, આસામ સરકાર અને સર્વાનંદ સોનોવાલ જી જેમને સ્ટાર ક્વિન હિમા દાસને આસામ પોલીસમાં ડીએસપી બનાવવાનો ફેંસલો કર્યો.

ધિંગ એક્સપ્રેસના નામથી જાણીતી 21 વર્ષીય હિમા દાસ હાલ એનઆઇએસ પટિયાલામાં અભ્યાસ કરી રહી છે, અને તેની નજર ટોક્યો ઓલિમ્પિક માટે ક્વૉલિફાય કરવા પર છે.

રીજીઝૂએ કહ્યું- ઘણાબધા લોકો પુછી રહ્યાં છે કે હિમા દાસની રમત કેરિયરનુ શું થશે, તે ઓલિમ્પિકની તૈયારીઓ કરી રહી છે, અને ભારત માટે રમે છે. નોકરિયો કરનારા અમારા ઘણા એલિટ ખેલાડી રમત ચાલુ રાખી રહ્યાં છે. સન્યાસ બાદ પણ તે રમતને પ્રોત્સાહન આપવામાં યોગદાન આપે છે.