નવી દિલ્હીઃ આસામ એનઆરસીનો ડેટા ડિલીટ થવા પર કોગ્રેસે સવાલ ઉઠાવ્યા હતા. એક રિપોર્ટ અનુસાર, છેલ્લા 15 ડિસેમ્બરથી આસાન એનઆરસીનો ડેટા ઓનલાઇન ક્લાઉડ પર ઉપલબ્ધ નથી. હવે આ મામલા પર ગૃહ મંત્રાલયે કહ્યુ હતું કે, ટેકનિકલ ગરબડના કારણે એનઆરસી ડેટા દેખાઇ રહ્યો નથી. હવે આ ગરબડને જલદી ઠીક કરી દેવામાં આવશે.
આસામના એનઆરસીનો ડેટાને ડિલીટ થયાના મુદ્દા પર ગૃહ મંત્રાલયના સૂત્રોએ કહ્યુ હતું કે, એનઆરસીનો ડેટા સુરક્ષિત છે અને કોઇ ટેકનિકલ કારણસર આ ડેટા ક્લાઉડ પર દેખાઇ રહ્યો નથી. ટેકનિકલ ખામીની ઓળખ થઇ રહી છે અને તેનો જલદી ઉકેલી લાવવામાં આવશે.
આસામમાં કોગ્રેસ નેતા અને વિધાનસભામાં વિપક્ષ નેતા દેવવ્રત સૈકિયાએ રજિસ્ટ્રાર જનરલ અને એનઆરસી કોર્ડિનેટરને પત્ર લખ્યો હતો કે હું તમારું ધ્યાન એ તથ્ય પર ખેંચવા માંગું છું કે એનઆરસીની વેબસાઇટ પરથી ડેટા અચાનક ગાયબ થઇ ગયો છે. તમને જાણકારી હશે જ કે એનઆરસીના ડેટામાં એ તમામ લોકોના નામ સામેલ હતા જે આ પ્રક્રિયા બાદ તેનો હિસ્સો હતા અથવા તેનાથી બહાર છે. આ તમામ ડેટા સુપ્રીમ કોર્ટને 13 ઓગસ્ટ 2019ના રોજ આપેલા નિર્દેશ અનુસાર ઓનલાઇન પોસ્ટ કરવામાં આવ્યો હતો. એ રહસ્ય છે કે અચાનકથી એનઆરસીનો ઓનલાઇન ડેટા કેવી રીતે ગાયબ થઇ ગયો.
કોગ્રેસ નેતા દેવવ્રતે કહ્યું કે, ગૃહ મંત્રાલય તરફથી સ્પષ્ટતા આવી છે. એનઆરસીનો ડેટા પુરી રીતે સુરક્ષિત છે. કોઇ ટેકનિકલ ખામીના કારણે ક્લાઉડમાં એ ડેટા દેખાઇ રહ્યો નહોતો. જલદી એ ટેકનિકલ ખામીને દૂર કરી દેવામાં આવશે.
આસામ NRCનો ડેટા ઓનલાઇન થયો ગુમ, ગૃહ મંત્રાલયે કહ્યુ-NRCનો ડેટા સુરક્ષિત છે
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
12 Feb 2020 05:40 PM (IST)
આ મામલા પર ગૃહ મંત્રાલયે કહ્યુ હતું કે, ટેકનિકલ ગરબડના કારણે એનઆરસી ડેટા દેખાઇ રહ્યો નથી. હવે આ ગરબડને જલદી ઠીક કરી દેવામાં આવશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -