નવી દિલ્હીઃ દેશમાં કોરોનાના વધતા કહેરને લઈ કેન્દ્ર સરકારે ક્યારથી સ્કૂલ-કોલેજો ખોલવી તેનો નિર્ણય કર્યો નથી. પરંતુ દેશના એક રાજ્યમાં ઓક્ટોબરથી કોલેજો શરૂ થઈ શકે છે. આસામ સરકાર 1 ઓક્ટોબરથી કોલેજો ખોલવાની વિચારણા કરી રહી છે.
આ માટે રાજ્યના તમામ શિક્ષકો, શૈક્ષણિક સંસ્થાના તમામ કર્મચારીઓના કોરોના ટેસ્ટ શરૂ કરવામાં આવશે. રાજ્ય સરકારે 1 સપ્ટેમ્બરથી સ્કૂલ-કોલેજો ફરી ખોલવાનું વિચારી રહી છે. જે લોકોના ટેસ્ટ નેગેટિવ આવશે તેઓ જોબ પર આવી શકશે તેમ શિક્ષણ મંત્રી હેમંત બિસ્વા શર્માએ કહ્યું હતું. તમામ કર્મચારીઓના ટેસ્ટ 21 ઓગસ્ટથી ફરજિયાત કરવામાં આવશે.
તેમણે કહ્યું, 1 સપ્ટેમ્બરથી ક્લાસ નહીં શરૂ થાય માત્ર કર્મચારીઓને આવવું પડશે. જ્યારે કેન્દ્ર સરકાર સ્કૂલ-કોલેજો ખોલવાની લીલી ઝંડી આપશે ત્યાર બાદ જ વિદ્યાર્થીઓને બોલાવવામાં આવશે. સ્ટાફ લોકડાઉનના કારણે તેના વતન જતા રહ્યા હતા અને ફરી પાછા આવશે ત્યારે આગામી ઓર્ડર સુધી લીવ વિથઆઉટ પેની ભલામણ કરાશે.
સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે આસામમાં 23,704 એક્ટિવ કેસ છે. જ્યારે 58,294 લોકો સાજા થઈ ગયા છે. રાજ્યમાં 203 લોકોના મોત થયા છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 64,531 નવા કેસ આવ્યા છે અને 1092 લોકોના મોત થયા છે. આ સાથે જ દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 27,67,274 પર પહોંચી છે. જેમાંથી 6,76,514 એક્ટિવ કેસ છે અને 20,37,871 લોકો સ્વસ્થ થઈ ગયા છે. દેશમાં કોરોનાથી મૃત્યુઆંક 52,889 પર પહોંચ્યો છે.
દેશના આ રાજ્યમાં 1 ઓક્ટોબરથી ખૂલી શકે છે કોલેજો, શિક્ષકોએ ફરજીયાત કરાવવો પડશે કોરોના ટેસ્ટ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
19 Aug 2020 03:47 PM (IST)
રાજ્યના તમામ શિક્ષકો, શૈક્ષણિક સંસ્થાના તમામ કર્મચારીઓના કોરોના ટેસ્ટ શરૂ કરવામાં આવશે. રાજ્ય સરકારે 1 સપ્ટેમ્બરથી સ્કૂલ-કોલેજો ફરી ખોલવાનું વિચારી રહી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -