Assembly Election 2022 Dates Live : હિમાચલ પ્રદેશમાં 12 નવેમ્બરે મતદાન અને 8 ડિસેમ્બરે પરિણામ

ભારતીય ચૂંટણી પંચ આજે દિલ્હીમાં પ્રેસ કોન્ફરન્સ કરશે. ગુજરાત અને હિમાચલ પ્રદેશની વિધાનસભાની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થઈ શકે છે. આજે બપોરે 3 કલાકે ચૂંટણી પંચ પ્રેસ કોન્ફરન્સ કરશે. 

gujarati.abplive.com Last Updated: 14 Oct 2022 03:41 PM

બ્રેકગ્રાઉન્ડ

Assembly Election 2022 Dates Live : ભારતીય ચૂંટણી પંચ આજે દિલ્હીમાં પ્રેસ કોન્ફરન્સ કરશે. ગુજરાત અને હિમાચલ પ્રદેશની વિધાનસભાની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થઈ શકે છે. આજે બપોરે 3 કલાકે ચૂંટણી...More

હિમાચલમાં 8 ડિસેમ્બરે મતગણતરી થશે

મુખ્ય ચૂંટણી પંચે પત્રકાર પરિષદ કરીને કહ્યું કે, હિમાચલમાં 17 ઓક્ટોબરે નોટિફિકેશન બહાર પાડવામાં આવશે. હિમાચલમાં એક જ તબક્કામાં ચૂંટણી યોજાશે. 25 ઓક્ટોબર સુધી નામ પરત ખેંચી શકાશે. 27 સુધી નામાંકનની ચકાસણી કરવાની રહેશે. 29 ઓક્ટોબરે નામ પરત ખેંચી શકાશે. 12મી નવેમ્બરે મતદાન થશે, 8મી ડિસેમ્બરે મતગણતરી થશે.