Assembly Election Results 2021 Live: સોનિયા ગાંધીએ મમતા બેનર્જી અને એમકે સ્ટાલિન સાથે ફોન પર કરી વાત, જીત માટે આપી શુભેચ્છા

Assembly Election Results 2021 Live Updates: પાંચ રાજ્યોની ૮૨૨ વિધાનસભા બેઠકો માટે ૨,૩૬૪ કેન્દ્રો પર મતગણતરી થશે. દરેક કેન્દ્રને ૧૫ વખત સેનિટાઈઝ કરાશે.

એબીપી અસ્મિતા વેબ ટીમ Last Updated: 02 May 2021 10:30 PM
જીત માટે આપી શુભેચ્છા

સોનિયા ગાંધીએ મમતા બેનર્જી અને એમકે સ્ટાલિન સાથે ફોન પર કરી વાત, જીત માટે આપી શુભેચ્છા

નંદીગ્રામમાં રીકાઉન્ટીંગની માંગ

નંદીગ્રામમાં રીકાઉન્ટીંગની માંગ,  TMCનું 3 સદસ્યું પ્રતિનિધિમંડળ કોલકાતા ચૂંટણી પંચ ઓફિસ પહોંચ્યું 

હું મમતા જીને શુભેચ્છાઓ આપી ખુશ છું

પશ્ચિમ બંગાળમાં ટીએમસીની જીત પર રાહુલ ગાંધીએ કહ્યું, 'હું મમતા જી અને બંગાળના લોકોને શુભેચ્છાઓ આપતા ખુશ છું કે તેમણે ભાજપને કરારી હાર આપી છે.'

પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ ટીએમસીની જીત પર મમતા બેનર્જીને શુભેચ્છાઓ આપી

પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ ટીએમસીની જીત પર મમતા બેનર્જીને શુભેચ્છાઓ આપી છે. તેમણે ટ્વિટ કરી કહ્યું, પશ્ચિમ બંગાળમાં ટીએમસીની જીત માટે મમતા દીદીને શુભેચ્છા. કેંદ્રના લોકોની આકાંક્ષાઓને પૂર્ણ કરવા અને કોરોના વાયરસ સામે લડવા માટે પશ્ચિમ બંગાળ સરકારને દરેક સંભવ સમર્થન આપવાનું શરૂ રાખશે.

નંદીગ્રામની હાર પર સીએમ મમતા બેનર્જી

'નંદીગ્રામની હાર પર સીએમ મમતા બેનર્જીએ કહ્યું, નંદીગ્રામની ચિંતા ન કરો, સંઘર્ષ માટે તમારે કેટલાક બલિદાન આપવા પડે છે. મે નંદીગ્રામ માટે સંઘર્ષ કર્યો કારણ કે મે ત્યાં એક આંદોલન લડ્યું, કોઈ વાત નહી, નંદીગ્રામના લોકોએ જે નિર્ણય કર્યો હું તેને મંજૂર કરુ છું.'

મમતા બેનર્જીની હાર

નંદીગ્રામથી મમતા બેનર્જીની હાર, BJPના શુભેંદુ અધિકારીએ 1953  મતે હરાવ્યા 

પાર્ટી પરિણામ પર આત્મમંથર કરશે-કૈલાશ વિજયવર્ગીય

 


બીજેપી મહાસચિવ કૈલાશ વિજયવર્ગીયએ તૃણમૂલ કૉંગ્રેસના શાનદાર પ્રદર્શનનો શ્રેય મુખ્યમંત્રી મમતા બેનર્જીને આપ્યો અને કહ્યું તેમની પાર્ટી ચૂંટણી પરિણામ પર આત્મમંથન કરશે. પશ્ચિમ બંગાળના પ્રભારી વિજયવર્ગીયે એ પણ જણાવ્યું કે ગૃહ મંત્રી અમિત શાહે તેમને ફોન કરી ખરાબ પ્રદર્શન વિશે જાણકારી મેળવી છે. ભાજપ મહાસચિવે કેંદ્રીય મંત્રી બાબુલ સુપ્રિયો અને સાંસદ લોકેટ ચેટર્જી મતગણતરીમાં પાછળ રહેવા પર આશ્ચર્ય ગણાવ્યું છે.

કોઈ જીતની ઉજવણી ન કરે-મમતા

 


પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું હું તમામને ધન્યવાદ કરુ છું. હું તમામને નિવેદન કરુ છું કે જીતનો જશ્ન ન મનાવો. તમામ લોકો પોતાને ઘરે જાય હું 6 વાગ્યા બાદ મીડિયાને સંબોધન કરીશ.

મમતા બેનર્જી જાતે ચાલતા જોવા મળ્યા

 


નંદીગ્રામમાં જીત બાદ પ્રથમ વખત મમતા બેનર્જી પોતાના પગ પર ચાલતા જોવા મળ્યા છે. આ પહેલા તેઓ ચૂંટણી પ્રચાર દરમિયાન વ્હીલચેર પર જોવા મળ્યા હતા. તેમણે કહ્યું તમામને ધન્યવાદ, કોરોનાના નિયમોનું પાલન કરો.

રાજનાથ સિંહે મમતા બેનર્જીએ શુભેચ્છાઓ આપી

રાજનાથ સિંહે મમતા બેનર્જીએ શુભેચ્છાઓ આપી છે. રાજનાથ સિંહે કહ્યું પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી દીદીને પશ્ચિમ બંગાળમાં તેમની પાર્ટીની જીત પર શુભેચ્છાઓ. તેમના આગામી કાર્યકાળ માટે મારી શુભેચ્છાઓ

મમતા બેનર્જીએ શુભેંદુ અદિકારીને 1200 મતથી હાર આપી

મમતા બેનર્જીએ શુભેંદુ અદિકારીને 1200 મતથી હાર આપી છે. નંદીગ્રામમાં કાંટે કી ટક્કર બાદ મમતા બેનર્જીએ શુભેંદુ અધિકારીને 1200 મતથી હાર આપી છે. સવારથી લઈ સતત બંને નેતાઓ વચ્ચે કાંટે કી ટક્કર જોવા મળી હતી.

શરદ પવારે મમતા બેનર્જીને શુભકામનાઓ પાઠવી

 


એનસીપી નેતા શરદ પવારે મમતા બેનર્જીને શુભેચ્છાઓ પાઠવી છે. તેમણે ટ્વિટ કર્યું કે, આટલી મોટી વિશાળ જીત પર શુભેચ્છાઓ. આવો આપણ લોકોના કલ્યાણ અને સામૂહીક નરૂપથી મહામારી સામે લડવા માટે પોતાનું કામ ચાલુ રાખીએ.

બંગાળમાં ટીએમસી આગળ

પ્રારંભિક વલણમાં બંગાળમાં ટીએમસી 133 સીટ પર આગળ ચાલી રહી છે. જ્યારે ભાજપ 109 બેઠક પર આગળ છે. ડાબેરી અને કોંગ્રેસ ગઠબંધન ડબલ આંકડો પાર કરી શક્યા નથી. ટોલીગંજથી બાબુલ સુપ્રિયો પાછળ છે.  નંદીગ્રામથી સુવેંદુ અધિકારી આગળ છે. કેરળમાં ડાબેરી 80 સીટો પર અને કોંગ્રેસ 57 સીટ પર આગળ છે, જ્યારે ભાજપ 3 બેઠક પર આગળ છે. તમિલનાડુમાં ભાજપ ગઠબંધન 23, કોંગ્રેસ ગઠબંધન 31 સીટ પર આગળ છે.

એક્ઝિટ પોલમાં શું થઈ આગાહી

દેશમાં વિવિધ એક્ઝિટ પોલે આગાહી કરી છે કે પશ્ચિમ બંગાળમાં મમતા બેનરજી અને ભાજપ વચ્ચે કાંટે કી ટક્કર જેવી સ્થિતિ છે. જોકે, કેટલાક સર્વે મુજબ મમતા બેનરજી બંગાળમાં સત્તા જાળવી રાખશે અને ભાજપ બીજા નંબરના પક્ષ તરીકે ઊભરી આવશે. આસામમાં ભાજપનું શાસન યથાવત્ રહેશે જ્યારે કેરળમાં ડાબેરી જોડાણ જીતી જવાની સંભાવના વ્યક્ત કરાઈ છે. એક્ઝિટ પોલ મુજબ આસામ અને કેરળમાં કોંગ્રેસનો પનો થોડોક ટૂંકો પડશે જ્યારે પુડુચેરીમાં તે સત્તા ગુમાવે તેવી સંભાવના છે. કોંગ્રેસ માટે એકમાત્ર સારા સમાચાર તામિલનાડુમાંથી મળે છે, જ્યાં ડીએમકેના નેતૃત્વમાં વિપક્ષી જોડાણના વિજયની આગાહી કરવામાં આવી છે. અહીં ભાજપે શાસક અન્નાદ્રમુક સાથે જોડાણ કર્યું છે.

પાંચ રાજ્યોમાં કેટલા બૂથ પર થશે મત ગણતરી

ચૂંટણી પંચે મતગણતરી કેન્દ્રો પર કોરોના માર્ગદર્શિકાઓના પાલનની પૂરી ખાતરી રાખી છે. પાંચ રાજ્યોની કુલ ૮૨૨ વિધાનસભા બેઠકોમાં મતગણતરી માટે ૨,૩૬૪ કેન્દ્રો બનાવવામાં આવ્યા છે, જે ૨૦૧૬માં ૧,૦૦૨ની સરખામણીમાં બમણાથી વધુ છે. દરેક મતગણતરી કેન્દ્ર પર સેનિટાઈઝેશનના ૧૫ રાઉન્ડ કરવામાં આવશે. ઉપરાંત સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક પહેરવા જેવા નિયમોનું કડકાઈથી પાલન કરાશે.

બ્રેકગ્રાઉન્ડ

દેશભરમાં કોરોના મહામારીના કેર વચ્ચે આસામ, પશ્ચિમ બંગાળ, કેરળ, તામિલનાડુ અને પુડુચેરીમાં વિધાનસભા ચૂંટણીઓ યોજાઈ હતી. આ ચૂંટણીઓના રવિવારે પરિણામ જાહેર થશે. પાંચ રાજ્યોની ચૂંટણીના પરિણામોમાં ભાજપની નજર વધુ રાજ્યોમાં તેનું શાસન ફેલાવવા પર છે જ્યારે કોંગ્રેસ તેની ગુમાવેલી શાખ પાછી મેળવવાનો પ્રયાસ કરી રહી છે. પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસને સતત ત્રીજી વખત સત્તા પર રહેવાની આશા છે. તામિલનાડુમાં સત્તા પરિવર્તનની અને આસામમાં ભાજપ સત્તા જાળવી રાખે તેવી સંભાવના છે.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.