Assembly Elections 2023: આગામી સમયથી વિધાનસભા અને લોકસભાની ચૂંટણીઓ આવી રહી છે, દરેક પાર્ટીઓ પોતાના કાર્યકરો, નેતાઓ અને પક્ષના મજબૂત પાસાને જાણવા અને તેના પ્રમાણે કામ કરવા લાગી છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢ વિધાનસભામાં પાર્ટીની જીતની સંભાવનાને લઈને મોટું નિવેદન આપ્યું છે. વાયનાડના સાંસદે દાવો કર્યો છે કે પાર્ટી મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં નેરેટિવ સેટ કરી રહી છે. રાહુલે કહ્યું કે રાજસ્થાનમાં સરકાર સામે કોઈ ગુસ્સો નથી.


દિલ્હીમાં એક કાર્યક્રમ દરમિયાન રાહુલ ગાંધીએ કહ્યું કે તેઓ મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં ચોક્કસપણે જીતી રહ્યા છે. રાજસ્થાનમાં અમે ખુબ ક્લૉઝ છીએ, અમે છત્તીસગઢ અને એમપીમાં નેરેટિવ સેટ કરીએ છીએ. રાજસ્થાનમાં લોકો કહે છે કે સરકાર સામે કોઈ ગુસ્સો નથી.


રાજસ્થાન સરકારની યોજનાઓ પર રાહુલ ગાંધીએ કહ્યું કે, રાજસ્થાન હેલ્થકેર સૉલ્યૂશન્સમાં આગળ છે. છત્તીસગઢમાં અમે પરંપરાગત ઉત્પાદન પ્રવૃતિઓ અને ખેડૂતોને જોડી રહ્યા છીએ, નવાચારનું નેતૃત્વ કરી રહ્યાં છીએ.


આ ઉપરાંત એક દેશ, એક ચૂંટણી પર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે, 'આ ભાજપની ભટકવાની રણનીતિ છે. હવે ભાજપ મુદ્દાઓ પર ચૂંટણી લડી શકે નહીં. આ બધું વિક્ષેપ છે. મહિલા અનામત સાથે જોડાયેલા સવાલના જવાબમાં રાહુલે કહ્યું કે જો તેઓ સત્તામાં આવશે તો તરત જ મહિલા આરક્ષણને લાગુ કરશે.


તેમણે દાવો કર્યો હતો કે, ભારતના કોઈપણ ઉદ્યોગપતિને પૂછો કે જો તેઓ કોઈ વિપક્ષી પાર્ટીને સમર્થન આપે તો તેમનું શું થાય છે. અમે હવે કોઈ રાજકીય પક્ષ સામે લડી રહ્યા નથી, અમે ભારતના વિચારને બચાવવા માટે લડી રહ્યા છીએ, અને એટલા માટે અમે અમારુ નામ INDIA રાખ્યુ છે.


 


સાંસદ દાનિશ અલીને મળ્યા રાહુલ ગાંધી


કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી શુક્રવારે (21 સપ્ટેમ્બર)ના રોજ BSP સાંસદ દાનિશ અલીને તેમના નિવાસસ્થાને મળ્યા હતા. આ દરમિયાન કોંગ્રેસના નેતાએ દાનિશ અલીને ગળે લગાવ્યા હતા. રાહુલ ગાંધીએ X પર આ મીટિંગનો ફોટો શેર કર્યો છે. રાહુલ ગાંધીએ X પર પોસ્ટ કરીને લખ્યું, "નફરત કે બાઝાર મે મહોબ્બત કી દુકાન " કોંગ્રેસે બંને નેતાઓની મુલાકાત અંગે X પર પોસ્ટ કરીને લખ્યું, "રાહુલ ગાંધી તેમને મળવા BSP સાંસદ દાનિશ અલીના ઘરે પહોંચ્યા હતા."


કોંગ્રેસે ભાજપ પર નિશાન સાધ્યું









રમેશ બિઘૂડીએ  લોકસભામાં આપત્તિજનક ટિપ્પણી કરી હતી


બીજેપી સાંસદ રમેશ બિઘૂડીએ ગુરુવારે સંસદના વિશેષ સત્ર દરમિયાન લોકસભામાં બસપા સાંસદ દાનિશ અલી વિરુદ્ધ આપત્તિજનક ટિપ્પણી કરી હતી. વિપક્ષી દળોએ રમેશ બિઘૂડીના નિવેદનની નિંદા કરી છે અને લોકસભા અધ્યક્ષ પાસેથી તેમની સામે કડક કાર્યવાહીની માંગ કરી છે. ભાજપ સાંસદ રમેશ બિધુડીએ લોકસભામાં બહુજન સમાજ પાર્ટીના સાંસદ દાનિશ અલી સાથે ખરાબ વર્તન કર્યું. દાનિશ અલી સાથે દુર્વ્યવહાર કરી અપશબ્દો કહ્યા હતા.  આ અંગે હોબાળો મચી ગયો છે. બસપા સુપ્રીમો માયાવતી, રાજદના પ્રમુખ લાલુ પ્રસાદ યાદવ અને કૉંગ્રેસના જયરામ રમેશ સહિત અનેક નેતાઓએ ભાજપના સાંસદની સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. આ દરમિયાન દાનિશ અલીએ કહ્યું છે કે તેઓ ખૂબ જ દુઃખી છે અને અપમાનને કારણે આખી રાત સૂઈ શક્યા નથી.  તેમણે એમ પણ કહ્યું કે જો સાંસદ બિઘૂડી સામે કાર્યવાહી નહી કરવામાં આવે તો તેઓ સંસદ છોડવાનું પણ વિચારી રહ્યા છે. તમને જણાવી દઈએ કે આ પહેલા માયાવતીએ પણ અપમાનના મુદ્દે રાજ્યસભાના સભ્યપદેથી રાજીનામું આપી દીધું હતું. દાનિશ અલીએ કહ્યું કે જો લોકસભામાં ચૂંટાયેલા સાંસદ સાથે આવું થઈ શકે તો સામાન્ય લોકોનું શું થશે.