Assembly Elections Voting Live: બંગાળ, આસામ, કેરળ, તમિલનાડુ અને પુડ્ડુચેરીમાં 12 વાગ્યા સુધીમાં કેટલું થયું વોટિંગ ?

Assembly Elections Voting Updates : પશ્ચિમ બંગાળ, આસામ, તામિલનાડુ, કેરળ અને પુડુચેરીમાં મતદાન શરૂ થઈ ગયું છે. સવારથી જ મોટી સંખ્યામાં લોકો મતદાન મથકો પર જોવા મળી રહ્યા છે. ચૂંટણી માટે આ રાજ્યોમાં ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. દરેક મતદાન મથક પર સેનાના જવાનો તૈનાત છે.

એબીપી અસ્મિતા વેબ ટીમ Last Updated: 06 Apr 2021 07:44 AM
12 વાગ્યા સુધી મતદાનના આંકડા

ચૂંટણી પંચના જાણાવ્યા મુજબ વિધાનસભા ચૂંટણીમાં બપોરે 12 વાગ્યા સુધીમાં આસામમા 33.18 ટકા, કેરળમા 31.62 ટકા, પુડ્ડુચેરીમાં 35.71 ટકા, તમિલનાડુમાં 22.92 ટકા અને પશ્ચિમ બંગાળમાં 34.17 ટકા વોટિંગ થયું છે

10 વાગ્યા સુધીમાં કયા રાજયમાં કેટલું વોટિંગ થયું

ચૂંટણી પંચના જાણાવ્યા મુજબ વિધાનસભા ચૂંટણીમાં સવારે 10 વાગ્યા સુધીમાં આસામમા 12.83 ટકા, કેરળમા 15.33 ટકા, પુડ્ડુચેરીમાં 15.63 ટકા, તમિલનાડુમાં 7.36 ટકા અને પશ્ચિમ બંગાળમાં 14.62 ટકો વોટિંગ થયું છે.

તમિલનાડુમાં 9 વાગ્યા સુધીમાં કેટલું વોટિંગ

તમિલનાડુના મુખ્ય ચૂંટણી અધિકારીના જણાવ્યા મુજબ સવારે 9 કલાક સુધીમાં 13.80 ટકા વોટિંગ થયું છે. મત આપવા મતદારોએ સવારથી લાઈનો લગાવી છે. રાજ્યના અનેક જાણીતા ચહેરાઓ અત્યાર સુધીમાં વોટિંગ કરી ચૂક્યા છે.

મોદીની યુવા મતદારોને વોટિંગની અપીલ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આસામ, કેરળ, પુડુચેરી, તામિલનાડુ અને પશ્ચિમ બંગાળમાં યોજાઈ રહેલી ચૂંટણીને લઈ ટવીટ કર્યુ છે. તેમણે આ રાજ્યોના મતદારો, ખાસ કરીને યુવા મતદારોને જંગી વોટની અપીલ કરી છે.

બ્રેકગ્રાઉન્ડ

Assembly Election Phase 3 Voting Live:  પશ્ચિમ બંગાળ, આસામ, તામિલનાડુ, કેરળ અને પુડુચેરીમાં વિધાનસભાની ચૂંટણી માટે આજે મતદાન થઈ રહ્યું છે. બંગાળમાં ત્રીજા તબક્કાની ચૂંટણીમાં આજે ત્રણ જિલ્લાની 31 બેઠકો પર મતદાન થશે. આસામમાં ત્રીજા તબક્કાના બાકીના 11 જિલ્લાઓની 40 બેઠકો માટે મતદાન યોજાશે. આ ઉપરાંત તામિલનાડુની 234 બેઠકો, કેરળની 140 બેઠકો અને પુડુચેરીની 30 વિધાનસભા બેઠકો માટે પણ મતદાન થશે.  

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.