Election Results Live Streaming: 10 માર્ચ, 2022ના રોજ દેશના પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થશે. આ પરિણામોને લઇને નેતાઓથી માંડી સામાન્ય લોકોમાં પણ ઉત્સુકતા છે. આવતીકાલે એટલે કે 10 માર્ચના રોજ ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, મણિપુર, ગોવા અને પંજાબની વિધાનસભા ચૂંટણી 2022નું પરિણામ જાહેર કરાશે. આ પાંચેય રાજ્યોમાં 10 માર્ચે સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ થશે. ઉત્તર પ્રદેશ વિધાનસભાની 403, પંજાબની 117, ઉત્તરાખંડની 70, ગોવામાં 40 અને મણિપુરની 60 બેઠકો પર મતગણતરી થશે.
ઉત્તર પ્રદેશ અને પંજાબ સહિત તમામ 5 રાજ્યોમાં સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ થશે. તમે સવારે 8 વાગ્યાથી ચૂંટણી પંચની વેબસાઇટ http://www.eci.gov.in પર પ્રારંભિક વલણો અને પરિણામો જોઈ શકશો.
ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટી અને ભાજપ વચ્ચે સીધો મુકાબલો જોવા મળી રહ્યો છે જ્યારે પંજાબમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી બે મુખ્ય ખેલાડીઓ છે. આ સિવાય અકાલી દળ, બસપા, ભાજપ અને કેપ્ટન અમરિંદર સિંહની પાર્ટી પંજાબ લોક કોંગ્રેસ સહિત અનેક મોરચા મેદાનમાં છે. ઉત્તર પ્રદેશમાં આ વખતે સમાજવાદી પાર્ટીએ ઓમપ્રકાશ રાજભરના સુભાસપા, કેશવ મૌર્યના મહાન દળ અને જયંત ચૌધરીના આરએલડી જેવા નાના પક્ષો સાથે ગઠબંધન કર્યું છે.
પાંચ રાજ્યોમાં તાજેતરમાં પૂર્ણ થયેલી વિધાનસભાની ચૂંટણીઓ બાદ ગુરુવારે મતગણતરી થશે જેના માટે 50,000થી વધુ અધિકારીઓ તૈનાત કરવામાં આવ્યા છે. ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, ગોવા, મણિપુર અને પંજાબમાં COVID-19 માર્ગદર્શિકાને અનુસરીને સવારે 8 વાગ્યાથી મત ગણતરી શરૂ થશે.
ચૂંટણી પંચની વેબસાઇટ પર આ રીતે પરિણામ જોઇ શકશો
-પરિણામ જોવા માટે સૌથી પહેલા ચૂંટણી પંચની વેબસાઇટ https://results.eci.gov.in/ પર ક્લિક કરો.
-અહીં તમે 'General Elections to Assembly Constituency March 2022' પર ક્લિક કરો.
-ત્યારબાદ તમે જે રાજ્યનું પરિણામ જાણવા માંગો છો તેને પસંદ કરો.
-આ પછી વિધાનસભા ક્ષેત્ર પસંદ કરો.
-ત્યારબાદ તે વિસ્તારનું પરિણામ તમારી સામે દેખાવાનું શરૂ થશે.
ચૂંટણી પંચની એપ દ્વારા પણ પરિણામ જોઈ શકાશે
-આ માટે સૌથી પહેલા તમે પ્લે સ્ટોર અથવા આઈફોન સ્ટોર પરથી ચૂંટણી પંચની એપ ડાઉનલોડ કરો.
-ત્યાર બાદ તેમાં રજીસ્ટ્રેશન કરાવો.
-ત્યારબાદ પરિણામ વિકલ્પ પસંદ કરીને તમે રાજ્યનું પરિણામ જોઇ શકશો.