Elections 2022: ઉત્તર પ્રદેશ અને પંજાબમાં આજે વોટિંગ થઈ રહ્યું છે. ઉત્તર પ્રદેશમાં વિધાનસભા ચૂંટણીમાં ત્રીજા તબક્કામાં 16 જિલ્લાની 59 વિધાનસભા બેઠકો પર જ્યારે પંજાબમાં તમામ 117 બેઠકો પર રવિવારે મતદાન થઈ રહ્યું છે.
બંને રાજ્યોમાં મતદાનની ટકાવારી 50 ટકા પહોંચવા આવી છે. ચૂંટણી પંચના બપોરે ત્રણ વાગ્યા સુધીમાં પંજાબમાં 49.81 ટકા અને ઉત્તરપ્રદેશમાં ત્રીજા તબક્કામાં 48.818 ટકા મતદાન થયું છે.
કોનું ભાવિ થશે કેદ
દેશમાં પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીના ભાગરૂપે ઉત્તર પ્રદેશમાં રવિવારે ત્રીજા તબક્કા હેઠળ કન્નૌજ, ઈટાવા, ઓરૈયા, હાથરસ સહિત 16 જિલ્લાની 59 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. આજે મતદાનમાં સપા અધ્યક્ષ અખિલેશ યાદવ, કેન્દ્રીય મંત્રી એસ.પી. સિંહ બઘેલ, શિવપાલ સિંહ યાદવ, યોગી સરકારના મંત્રી સતીશ મહાના, નીલિમા કટિયાર, રામ નરેશ અગ્નિહોત્રી અને ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી સલમાન ખુરશીદનાં પત્ની લુઈસ ખુરશીદ જેવા દિગ્ગજોના ભાવી સીલ થશે.
2017માં શું સ્થિતિ હતી?
વર્ષ 2017માં, ત્રીજા તબક્કામાં ભાજપે 59માંથી 49 બેઠકો જીતી હતી, જ્યારે સપાને માત્ર નવ બેઠકોથી સંતોષ માનવો પડ્યો હતો. કોંગ્રેસને એક સીટ મળી છે, જ્યારે બહુજન સમાજ પાર્ટીને એક પણ સીટ મળી નથી. પ્રથમ તબક્કામાં 58 બેઠકો પર 10 ફેબ્રુઆરીએ અને બીજા તબક્કામાં 14 ફેબ્રુઆરીએ 55 બેઠકો પર મતદાન પૂર્ણ થયું છે. રાજ્યમાં સાત તબક્કાની વિધાનસભા ચૂંટણીના સાતમા તબક્કા માટે 7 માર્ચે મતદાન થશે. પરિણામ 10 માર્ચે આવશે.
Mahindra Scorpio: આ તારીખે લોન્ચ થશે નવી મહિન્દ્રા સ્કોર્પિયો, જાણો કેવા હશે ફીચર્સ
એસએસસી સીએચએસએલ ઉમેદવારો માટે આવી જરૂરી નોટિસ, જાણો વિગત
ભારતના અનાજને વૈશ્વિક સ્તરે લઈ જવા માટે સરકારે કરી ખાસ યોજના, જાણો શું છે તૈયારી?