નવી દિલ્હીઃ સરકારે શનિવારે કહ્યું કે ખેડૂત ઉત્પાદક સંગઠનો (FPOs) ભારતને બરછટ અનાજનું વિશ્વનું કેન્દ્ર બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવશે. ભારતના પાક્ષિક કાર્યક્રમ 'ફૂડ, એગ્રીકલ્ચર એન્ડ લિવલીહુડ' અંતર્ગત શુક્રવારે દુબઈ એક્સપોમાં આ મુદ્દાની વિગતવાર ચર્ચા કરવામાં આવી છે. સત્ર દરમિયાન, વરિષ્ઠ સરકારી અધિકારીઓ અને ક્ષેત્રના નિષ્ણાતોએ ભારતીય ઉદ્યોગ ખેલાડીઓ માટે દેશની નિકાસની સંભાવનાને વધારવા માટેની તકો પર ચર્ચા કરી.


કૃષિ મંત્રાલયના અધિક સચિવ અભિલાક્ષ લખીએ આ કાર્યક્રમમાં જણાવ્યું, “અમે સ્ટાર્ટ-અપ્સ અને ખેડૂત ઉત્પાદક સંગઠનો (FPOs) ને સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બજારો સાથે જોડાવા વિનંતી કરીએ છીએ. જેથી બરછટ અનાજની મૂલ્ય સાંકળને આગળ વધારવામાં મદદ મળે. એટલું જ નહીં એક સમાવેશી માળખું બનાવવામાં મદદની પણ અપેક્ષા રાખે છે.


યુનાઈટેડ નેશન્સ જનરલ એસેમ્બલીએ વર્ષ 2023ને 'બરછટ અનાજનું આંતરરાષ્ટ્રીય વર્ષ' તરીકે જાહેર કર્યું છે, જેનો ઉદ્દેશ્ય બદલાતી હવામાન પરિસ્થિતિઓમાં અનાજના સ્વાસ્થ્ય લાભો અને તેની ખેતી માટે યોગ્યતા વિશે જાગૃતિ લાવવાનો છે. કૃષિ મંત્રાલયના સંયુક્ત સચિવ શુભા ઠાકુરે જણાવ્યું હતું કે, "બરછટ અનાજના આંતરરાષ્ટ્રીય વર્ષને ધ્યાનમાં રાખીને, અમે તેના પોષક લાભો અને મૂલ્ય શૃંખલાને પ્રકાશિત કરીને બરછટ અનાજ અભિયાનને વેગ આપવાનો પ્રયાસ કરી રહ્યા છીએ."




બરછટ અનાજના પોષણ સુરક્ષાના પાસાને સમજાવતા, ન્યુટ્રીહુબના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર બી દયાકર રાવે જણાવ્યું હતું કે, “બરછટ અનાજ સ્વાસ્થ્ય લાભો ધરાવે છે અને તે સ્થૂળતા અને કુપોષણને ઘટાડી શકે છે. તે વિટામિન્સ, મિનરલ્સ અને ફાયટોકેમિકલ્સથી સમૃદ્ધ છે અને તે હાઈ બ્લડ પ્રેશર, કોલોન કેન્સર અને હૃદય રોગને હરાવવામાં પણ મદદ કરે છે કારણ કે તે શરીરમાં હાજર ટ્રાઇગ્લિસરાઈડ્સને ઘટાડે છે.