તુલનાત્મક રીતે સસ્તી, શ્વાસ દ્વારા ખેંચી શકાય એવી અસ્થમાની દવા ઘરમાં કોરોનાનો સામનો કરી રહેલ વૃદ્ધોને 3 દિવસ ઝડપથી ઠીક કરવામાં મદદ કરી શકે છે. જુદી જુદી બીમારીઓનો ભોગ બનેલા 50 વર્ષથી વધારે અને 65 વર્ષથી વધારે ઉંમરના લોકો પર બુડેસોનાઈડનું હ્યુમન ટ્રાયલ કરવામાં આવ્યું. બ્રિટનમાં ચાલી રહેલ ટ્રાયલ દરમિયાન જાણવા મળ્યું કે, દવાને બે સપ્તાહ સુધી એક દિવસમાં બે વખત આપવા પર બીમારીમાંથી રિકવર થવાનો ગાળો ઘટી જાય છે. જેને આ દવા આપવામાં આવી તેઓને સ્વસ્થ્ય રહેવામાં મદદ મળી અને તેમને સારો અનુભવ થયો.


અસ્થમાની સસ્તી ઉપલબ્ધ દવાએ કરી કમાલ!


સંશોધકોનું કહેવું છે કે, ટ્રાયલના વચગાળાના પરિણામ વિશ્વભરમાં ક્લીનિકલ અભ્યાસને બદલી શકે છે. ઘણાં દેશની હોસ્પિટલમાં ઓછા બેડ કોરોના દર્દી માટે ઉપલબ્ધ છે, જેના કારણે લોકો ઘરે જ મોટેભાગે સારવાર લઈ રહ્યા છે. ઓક્સફોર્ડ યૂનિવર્સિટીના હ્યુમન ટ્રાયલમાં દવાના ઉપયોગને કારણે દર્દીને હોસ્પિટલમાં ભાગ્યે જ જવું પડ્યં છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, પ્રભાવ સ્પષ્ટ નથી. રિસર્ચથી પુરાવા મળ્યા છે કે તુલનાત્મક રીતે સસ્તી, સરળતાથી ઉપલબ્ધ દવાની ઘણી ઓછી સાઈડ ઇફેક્ટ છે. આ કોવિડ 19ને ખરાબ પરિણામના જોખમોવાળા લોકોને મદદ કરી શકે છે.


3 દિવસ પહેલા કોવિડ 19થી રિકવર થવા લાગ્યા દર્દી


દર્દીને બુડેસોનાઈડ 14 દિવસ સુધી દિવસમાં બે વખત 800 માઈક્રોગ્રામ શ્વાસ ખેંચવા માટે કહેવામાં આવ્યું અને તેમની સ્થિતિની તપાસ 28 દિવસ સુધી કરવામાં આવી. વચગાળાના વિશ્લેષણમાં જાણવા મળ્યું કે, દર્દી અન્યની તુલનામાં 3 દિવસ પહેલા જ બીમારીથી રિકવર થવા લાગ્યા અને 32 ટકા દવા દવા લેનાર તો 14 દિવસની અંદર જ ઠીક થઈ ગયા, જ્યારે તેમની સ્થિતિ આગામી 28 દિવસ સુધી સારી રહી. સંશોધકોએ જણાવ્યું કે, પ્રથમ વખત પ્રભાવી સારવારના ઉચ્ચ ગુણવત્તાયુક્ત પુરાવા મળઅયા છે અને તેમને આ કામ આવી શકે છે જેમને કોરોનાનું ગંભીર જોખમ વધારે છે.


તેમણે કહ્યું કે, અન્ય સારવારની તુલનામાં ઘરમાં જ સારવાર માટે બુડેસોનાઈડ પ્રભાવશાળી રીત છે અને તેનો ઉપયોગ બીમારીની શરૂઆતના તબક્કામાં કરવામાં આવી શકે છે. આ મહામારી માટે માટે આ મોટી સિદ્ધિ અને સમુદાય આધારિત રિસર્ચ એક મોટી સફળતા છે. હ્યુમન ટ્રાયલના પરિણામ હાલમાં કોઈ સાઈન્ટિફિક જર્નલમાં પ્રકાશિત નથી થયા પરંતુ ઓનલાઈન બહાર પાડવામાં આવ્યા છે. વચગાળાના પરિણામ એ ટ્રાયલનો ભાગ છે જેનો ઉદ્દેશ એવી સારવારની રીત શોધવાનો છે જેને હોસ્પિટલની બહાર રહેલ લોકો માટે ઉપયોગમાં લઈ શકાય.