શું ભારત પણ એસ્ટ્રાજેનેકાની વેક્સિન પર પ્રતિબંધ લગાવશે. જેને ભારતમાં સીરમ ઇન્સ્ટીટ્યૂટ તૈયાર કરી રહ્યું છે. ભારતમાં આ વેક્સિનનું નામ કોવિશીલ્ડ છે. સૂત્રો મુજબ ભારતના સ્વાસ્થ્ય મંત્રાલયે હજું સુધી આ વેક્સન પર બેન લગાવવા વિશે કંઇ નથી વિચાર્યું. એવું કેમ? આ સમજવું જરૂરી છે.


દુનિયાભરમાં કોરોના વેક્સિનેશનની પ્રક્રિયા તેજ રફતારથી ચાલી રહી છે પરંતુ એસ્ટ્રેજેનેકાની વેક્સિનેશન બાદ કેટલાક કેસમાં બ્લડ બ્લોટિંગ અને મૃત્યુના અહેવાલ આવતા વેક્સિનેશનની પ્રક્રિયામાં વિઘ્નો ઉભા થયા છે. એસ્ટ્રેજેનેકાની વેક્સિન લીધા બાદ બ્લડ બ્લોટિંગની સમસ્યા સાથે એકાદ કેસમાં મૃત્યના અહેવાલ મળતા યુરોપના મોટા દેશ જર્મન, ફ્રાંસ ઇટલીએ એસ્ટ્રેજેનેકાની વેક્સિન પર અસ્થાયી રીતે પ્રતિબંધ લગાવી દીધો છે. ત્યારબાદ સ્પેન, લાતવિયા, બુલ્ગારિયા, નેધરલેન્ડ, નોર્વે આયરલેન્ડે પણ તેનું વેક્સિનેશન રોકી દીધું છે. ઇડોનેશિયાએ પણ રોલ આઉટ ટાળવાનો નિર્ણય કર્યો છે આ રીતે દુનિયાના લગભગ 14 દેશોએ એસ્ટ્રેજેનેકાની વેક્સિન પર પ્રતિબંધ લગાવી દીધો છે.


ભારતમાં કેમ પ્રતિબંધ નહીં?


 હવે એ સવાલ થવો સ્વાભાવિક છે કે, ભારતમાં પણ ઉપયોગમાં લેવાતી આ વેક્સિનેશન પર કેમ બેન નથી લાગતો. એસ્ટ્રાજેનેકા એક બ્રિટિશ ફ્રાર્માસ્યુટિકલ કંપની છે.. હાલ ભારતની ફાર્માસ્યુટિકલ કંપની સીરમ અને એસ્ટ્રાજેનેકા જે વેક્સિન તૈયાર કરી રહી છે. તે વેક્સિન ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાં વિકસિત થઇ છે. એટલે કે વેક્સિન એક જ છે પરતું તેના ઉત્પાદક અલગ અલગ છે. ભારત પર આ વેક્સિન પર પ્રતિબંધ ન લાગવા પર ત્રણ મહતપૂર્ણ કારણો છે.


ભારતમાં એસ્ટ્રાજેનેકા વેક્સિન પર પ્રતિબંધ ન લાગવાનું કારણ શું છે?


એક સૌથી મોટું કારણ એ છે કે, જે વેક્સિન પર પ્રતિબંધ લગાવાયો છે, તે એસ્ટ્રાજેનેકા દ્રારા નિર્મિત છે. ઓક્સફોર્ડ઼ દ્રારા નહીં. બીજું કારણ છે આ વેક્સિનને બ્રિટિશની કંપની એસ્ટ્રાજેનેકા નહીં પરંતુ ભારતની કંપની સીરમ બનાવી રહી છે. ત્રીજું સૌથી મોટું કારણએ પણ છે કે, ભારતમાં જે વેક્સિન આપવામાં આવી રહી છે. તેમાં હજુ સુધી બ્લડ બ્લોટિંગની ફરિયાદ સામે નથી આવી.