નવી દિલ્હીઃ તુર્કીમાં બે દિવસ અગાઉ આવેલા ભૂકંપના કારણે અત્યાર સુધીમાં 31 લોકોના મોત થઇ ચૂક્યા છે. જ્યારે 1607 લોકો ઇજાગ્રસ્ત થયા છે. તુર્કી સરકારની રાહત બચાવ એજન્સી એએફએડીએ કહ્યુ કે, અત્યાર સુધીમાં 31 લોકોના મોત થઇ ચૂક્યા છે જેમાં સૌથી વધુ મોત અલાઝિગ પ્રાન્તમાં થયા છે. મલાતયા પાસ ઓછામા ઓછા ચાર લોકો મોતને ભેટ્યા છે જ્યારે 1607 લોકો ઘાયલ થયા છે.
તુર્કી સરકારે કહ્યું કે, શુક્રવારે સાંજે 6.8 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ભૂકંપનું કેન્દ્ર તુર્કીના અલાજિગ પ્રાન્તમાં હતું. તુર્કીની ડિઝાસ્ટર મેનેજમેન્ટ એજન્સીએ કહ્યુ કે, હજુ પણ રાહત બચાવ કાર્ય ચાલી રહ્યું છે. કાટમાળામાં દટાયેલા લોકોને શોધવામમાં આવી રહ્યા છે અને તેમને સુરક્ષિત સ્થળે ખસેડવાની કામગીરી ચાલી રહી છે. આ ભૂકંપના ઝટકા પાડોશી પ્રાન્ત અને સીરિયા, જ્યોર્જિયા જેવા દેશોમાં પણ અનુભવાયા હતા.