નવી દિલ્હીઃ પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યા પર 28 CBI ઓફિસરની રાષ્ટ્રપતિ મેડલ માટે પસંદગી કરવામાં આવી હતી. જેમાં ડીએસપી રામાસ્વામી પાર્થસારથીનો પણ સમાવેશ થાય છે. આ ઓફિસરે ગયા વર્ષે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ નાણામંત્રી પી ચિદમ્બરમની ધરપકડ કરવા તેના ઘરની દિવાલ કૂદીને અંદર પ્રવેશ્યા હતા. તેમની આ વીરતા માટે રાષ્ટ્રપતિ મેડલ આપવામાં આવશે.


શાંત સ્વભાવના છે રામાસ્વામી

ગત વર્ષે આઈએનએક્સ મીડિયા કેસમાં ચિદમ્બરમની ધરપકડ કરવામાં આવી હતી. તેમની ધરપકડ કરનારા અન્ય કોઈ ઓફિસર નહીં પરંતુ શાંત સ્વભાવના રામાસ્વામી જ હતા. તેઓ શાંત સ્વભાવ ઉપરાંત કડક ફેંસલા લેવા માટે જાણીતા છે. રામાસ્વામીએ ચિદમ્બરમ ઉપરાંત તેના પુત્ર કાર્તિ ચિદમ્બરમની પણ ધરપકડ કર હતી. કાર્તિની પણ આઈએનએક્સ મીડિયા કેસમાં ધરપકડ કરવામાં આવી હતી.

141 લોકોને ‘પદ્મ’ એવોર્ડની થઈ જાહેરાત

પ્રજાસત્તાક દિવસ પર આપવામાં આવતા પદ્મશ્રી એવોર્ડની પણ ગઈકાલે જાહેરાત કરવામાં આવી હતી. જેમાં  કુલ 141 લોકોને પદ્મ એવોર્ડની જાહેરાત થઈ હતી. જેમાં 7ને પદ્મ વિભૂષણ, 16ને પદ્મ ભૂષણ અને 118ને પદ્મશ્રી એવોર્ડની જાહેરાત કરવામાં આવી છે. જેમાંથી 33 મહિલાઓને પણ ‘પદ્મ’ એવોર્ડની જાહેરાત કરવામાં આવી છે.

દિલ્હીઃ રાજપથ પર રજૂ થયેલા ગુજરાતી ગરબાથી નરેન્દ્ર મોદી થયા મંત્રમુગ્ધ, જુઓ તસવીરો

ખેડૂતો માટે માઠા સમાચાર, 27-28 જાન્યુઆરીએ રાજ્યમાં વરસાદની આગાહી