નવી દિલ્હી: ભારતના પૂર્વ વડાપ્રધાન સ્વ. અટલ બિહારી વાજપેયીની આજે 97મી જન્મજયંતી છે. આ અવસર પર દિલ્હી સ્થિત સદૈવ અટલમાં પ્રાર્થનાસભા યોજાઈ હતી.  PM નરેન્દ્ર મોદી સહિત ઘણા મોટા નેતા હાજર રહ્યા હતા. તેઓએ ભારત રત્ન વાજપેયીને શ્રદ્ધાંજલિ આપી હતી. વર્ષ 2014થી તેમની જન્મજયંતિને દેશમાં સુશાસન દિવસ તરીકે ઉજવાય છે.


સદૈવ અટલ પર પીએમ મોદી સહિત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડા અને સુરક્ષા મંત્રી રાજનાથએ પણ શ્રદ્ધાંજલિ આપી હતી.






વડાપ્રધાન મોદીએ  ટ્વિટ કરી જણાવ્યું હતું કે  ‘આદરણીય અટલજીને જયંતિ પર નમન. અમે રાષ્ટ્રના પ્રતિ તેમની સેવાથી પ્રેરિત થયા છીએ. તેઓએ ભારતને મજબૂત અને વિકસિત કરવા માટે પોતાનું જીવન સમર્પિત કર્યું. તેમના વિકાસની પહેલથી લાખો ભારતીયો પર સકારાત્મક પ્રભાવ પડે છે.’


તેઓ ત્રણ વખત દેશના વડાપ્રધાન બની ચૂક્યા છે. તે હિંદી કવિ, પત્રકાર અને પ્રખર વક્તા હતા. તે જનસંઘના  સંસ્થાપકોમાંના એક હતા. તેમનો જન્મ 25 ડિસેમ્બર 1924ના રોજ થયો હતો. તેમના પિતાનું નામ કૃષ્ણ બિહારી વાજપેયી હતું. તેઓ ઉત્તર પ્રદેશના આગ્રા જિલ્લાના મૂળ નિવાસી હતા. જોકે તેમણે શિક્ષણ ગ્વાલિયરના વિક્ટોરિયા કોલેજમાંથી લીધું હતું. જે હવે લક્ષ્મીબાઇ કોલેજના નામથી ઓળખાય છે.


 


અટલ બિહારી વાજયેપીએ વર્ષ 1952માં પ્રથમ વખત લોકસભાની ચૂંટણી લડ્યા હતા. અટલ જનસંઘના સંસ્થાપકોમાંથી એક હતા. 1968થી 1973 સુધી તેઓ રાષ્ટ્રીય અધ્યક્ષ રહી ચૂક્યા છે. તેઓ  1996માં વડાપ્રધાન બન્યા હતા પરંતુ બહુમતી ન હોવાના કારણે ફક્ત 13 દિવસમાં તેમની સરકાર પડી ગઇ હતી.