Coronavirus India Update: ભારતમાં ઓમિક્રોનના ફફડાટ વચ્ચે કોરોનાના કેસ ઘટી રહ્યા છે. દેશમાં સળંગ 28માં દિવસે કોરનાના નવા કેસ 10 હજારથી નીચે રહ્યા છે. દેશમાં હજુ પણ કેરળમાં સૌથી વધુ કેસ નોંધાઈ રહ્યા છે.

  


કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યા મુજબ, છેલ્લા 24 કલાકમાં 7189 નવા કેસ નોંધાયા છે અને 387 સંક્રમિતોએ જીવ ગુમાવ્યો છે.7286.લોકો કોરોના સામે જંગ જીત્યા છે.  દેશમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 77,032પર પહોંચી છે. રિકવરી રેટ 99 ટકા જેટલો છે, જે માર્ચ 2020 પછી સૌથી વધારે છે. દેશમાં નોંધાયેલા કુલ કૈસ પૈકી કેરળમાં 3281 કેસ નોંધાયા છે અને 342 સંક્રમિતોના મોત થયા છે.  ઓમિક્રોનના કુલ કેસ 415 થયા છે.


છેલ્લા 13 દિવસમાં કેટલા કેસ નોંધાયા હતા


24 ડિસેમ્બરે 6650 કેસ અને 374 સંક્રમિતોના મોત થયા હતા. 23 ડિસેમ્બરે 6317 નવા કેસ અને 434 લોકોએ જીવ ગુમાવ્યો હતો. 22 ડિસેમ્બરે 6317 નવા કેસ  318 સંક્રમિતોના મોત થયા હતા. 21 ડિસેમ્બરે 5326 નવા કેસ અને 453 સંક્રમિતોના મોત થયા હતા. 20 ડિસેમ્બરે 6563 નવા કેસ અને 132 સંક્રમિતોના મોત થયા હતા. 19 ડિસેમ્બરે 7081 નવા કેસ અને 264 સંક્રમિતોએ જીવ ગુમાવ્યો છે. 18 ડિસેમ્બરે 7145 નવા કેસ સામે આવ્યા હબતહતા અને 289 સંક્રમિતોએ જીવ ગુમાવ્યો હતો.  17 ડિસેમ્બરે 7447 નવા કોરોના કેસ નોંધાયા હતા અને 391 સંક્રમિતોના મોત થયા હતા. 16 ડિસેમ્બરે 7974 નવા કેસ અને 343 સંક્રમિતોના મોત થયા હતા. 15 ડિસેમ્બરે 6984 નવા કોરોના કેસ નોંધાયા હતા અને 247 લોકોના મોત થયા હતા. 14 ડિસેમ્બરે 5784 નવા કેસ અને 252 સંક્રમિતોએ જીવ ગુમાવ્યો હતો. 13 ડિસેમ્બરે 7350 નવા કેસ અને 202 લોકોના મોત થયા હતા.  12 ડિસેમ્બરે 7774 નવા કેસ નોંધાયા હતા અને 306 સંક્રમિતોએ જીવ ગુમાવ્યો હતો.


દેશમાં કેટલા લોકોનું રસીકરણ થયું


દેશમાં અત્યાર સુધીમાં 141, 01, 26, 404 લોકોનું રસીકરણ થયું છે. જેમાંથી 66,09,113 ડોઝ ગઈકાલે આપવામાં આવ્યા હતા.


કેટલા ટેસ્ટ કરવામાં આવ્યા


ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ના જણાવ્યા મુજબ દેશમાં 24 કલાકમાં 11,12,195 ટેસ્ટ કરવામાં આવ્યા છે.  


 ભારતમાં કોરોનાની સ્થિતિ



  • કુલ કેસઃ 3 કરોડ 47 લાખ 79 હજાર 815

  • કેસ ડિસ્ચાર્જઃ 3 કરોડ 42 લાખ 23 હજાર 263

  • એક્ટિવ કેસઃ 77 હજાર 032

  • કુલ મૃત્યુઆંકઃ 4 લાખ 79 હજાર 520


ભારતમાં શું છે ઓમિક્રોનની સ્થિતિ


મહારાષ્ટ્રમાં 108, દિલ્હીમાં 79, ગુજરાતમાં 43, તેલંગાણામાં 38, કેરળમાં 37, તમિલનાડુમાં 34, કર્ણાટકમાં 31, રાજસ્થાનમાં 22, હરિયાણામાં 4, ઓડિશામાં 4, આંધર્પરદેશમાં 4, જમ્મુ-કાશ્મીરમાં 3, પશ્ચિમ બંગાળામાં 3, ઉત્તર પ્રદેશમાં 2 ચંદીગઢમાં 1, લદ્દાખમાં 1 અને ઉત્તરાખંડમાં 1 કેસ નોંધાયા છે. ભારતમાં ઓમિક્રોન  વેરિઅન્ટના કુલ કેસોની સંખ્યા 415 પર પહોંચી ગઇ હોવાનું કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું છે. દેશના 17 રાજ્યો-કેન્દ્ર શાસિત પ્રદેશમાં નવો વેરિઅન્ટ પહોંચી ગયો છે અને 115 લોકો સાજા થયા છે.