ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં અતિક અહમદ અને અશરફ અહમદની હત્યા બાદ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મહત્વની જાહેરાત કરી છે. મુખ્યમંત્રીએ આ મામલે ન્યાયિક પંચની જાહેરાત કરી છે. એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પ્રયાગરાજની ઘટનાનું સંજ્ઞાન લીધું છે.






મુખ્યમંત્રીએ તાત્કાલિક ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી હતી અને સમગ્ર મામલાની તપાસના આદેશ આપ્યા હતા. મુખ્યમંત્રીએ ત્રણ સભ્યોના જ્યુડિશિયલ કમિશન (ન્યાયિક તપાસ પંચ)ની બનાવવા માટે પણ સૂચનાઓ આપી હતી. ત્રણેય હુમલાખોરોને ઘટનાસ્થળ પરથી ઝડપી લેવામાં આવ્યા હતા. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.






બીજી તરફ પ્રયાગરાજમાં બનેલી ઘટના બાદ લખનઉ પોલીસને એલર્ટ કરી દેવામાં આવી છે. એડીસીપી ચિરંજીવ નાથ સિંહા જૂના લખનઉના હુસૈનાબાદમાં પગપાળા પેટ્રોલિંગ કરી રહ્યા હતા. લોકો સાથે વાત કરીને ભીડ ન ઉભી કરવા સૂચના આપવામાં આવી છે.


પ્રયાગરાજમાં ઈન્ટરનેટ બંધ


આ સાથે અતીક અને અશરફની સુરક્ષામાં લાગેલા 17 પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ સિવાય સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને પ્રયાગરાજમાં ઈન્ટરનેટ બંધ કરી દેવામાં આવ્યું છે. આ સાથે સમગ્ર યુપીમાં કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે. આ ઉપરાંત તમામ પોલીસકર્મીઓની રજાઓ રદ કરી દેવામાં આવી છે અને તેમને ફરજ પર પહોંચી જવા સૂચના આપવામાં આવી છે. મુખ્યમંત્રીએ નિર્દેશ આપ્યો છે કે મુખ્ય સચિવ મુખ્યમંત્રીના નિર્દેશ પર વિશેષ વિમાન દ્વારા પ્રયાગરાજ જશે.


અતીકની હત્યા બાદ યુપી પોલીસે શું કાર્યવાહી કરી?



  1. યુપી સરકારે ગૃહ સચિવ અને ડીજીપીને તાત્કાલિક પ્રયાગરાજ જવા માટે કહ્યું છે. સરકારના ઉચ્ચ અધિકારીઓ સ્થિતિ પર નજર રાખી રહ્યા છે.

  2. પ્રયાગરાજની તમામ સરહદો સીલ કરી દેવામાં આવી છે. જિલ્લામાં ઈન્ટરનેટ બંધ કરી દેવામાં આવ્યું છે. કલમ 144 લાગુ કરતા પોલીસકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે.

  3. યુપી પોલીસે રાજ્યના તમામ પોલીસ સ્ટેશન ઈન્ચાર્જને તાત્કાલિક વિસ્તારમાં જવા માટે કહ્યું છે. યુપીમાં પોલીસકર્મીઓની રજાઓ રદ કરવામાં આવી છે, જેઓ રજા પર છે તેમને પાછા બોલાવવામાં આવ્યા છે.