Atiq Ahmed Body X-Rayed : માફિયા ડોન અતીક અહેમદ અને અશરફની હત્યા બાદ રવિવારે બંનેના મૃતદેહોનું પોસ્ટમોર્ટમ થયું હતું. ખાસ વાત એ છે કે પોસ્ટમોર્ટમ પહેલા એક્સ-રે કરવામાં આવ્યો હતો. આ સમગ્ર પ્રક્રિયાની વીડિયોગ્રાફી કરવામાં આવી હતી. 5 ડોક્ટરોની પેનલે પોસ્ટમોર્ટમ પહેલા મૃતદેહોનું સ્કેનિંગ કર્યું હતું. સ્કેનિંગમાં ઘણી બાબતો સામે આવી છે. અતિકને 8 અને અશરફને 5 ગોળીઓ લાગી હતી. પરંતુ ખાસ વાત એ છે કે પોસ્ટમોર્ટમ પહેલા એક્સ-રે કેમ કરવામાં આવ્યો.
એવું ભાગ્યે જ સાંભળવા મળે છે કે, પોસ્ટમોર્ટમ પહેલા મૃતદેહનો એક્સ-રે કરવામાં આવ્યો હોય. અતીક અને અશરફના કેસમાં આવું અનેક કારણોસર કરવામાં આવ્યું છે. એક ખાસ વાતચીતમાં AIIMSના ફોરેન્સિક વિભાગના નિષ્ણાતે આ પાછળનું કારણ જણાવ્યું હતું.
પોસ્ટમોર્ટમ પહેલા એક્સ-રે કેમ? જાણો 5 મોટા કારણો
1 - આ કારણે હાઈ પ્રોફાઈલ કેસમાં એક્સ-રે કરવામાં આવે છેઃ એક્સપર્ટ્સનું કહેવું છે કે, પોસ્ટમોર્ટમ પહેલા અમુક ગણતરીના કેસમાં જ એક્સ-રે કરવામાં આવે છે. ખાસ કરીને હાઈપ્રોફાઈલ કેસમાં આમ કરવામાં આવે છે. તેના દ્વારા એવી ઘણી માહિતી જાણવા મળે છે, જે પોસ્ટમોર્ટમમાં પણ મળી શકતી નથી.
2 - ગોળી ક્યાં અટકીઃ શનિવારે પ્રયાગરાજમાં પત્રકારોના સવાલોના જવાબ આપતી વખતે હત્યાની ઘટના બની હતી. અચાનક પાછળથી એક ગોળી વાગી. માથાના કયા ભાગમાં ગોળી અટકી છે? આ જાણવા માટે એક્સ-રે કરવામાં આવ્યો હતો. આવું એટલા માટે થાય છે જેથી ગોળીનું ચોક્કસ લોકેશન જાણી શકાય કારણ કે, પોસ્ટમોર્ટમ દરમિયાન હાડકામાં ગોળીનું સ્થાન સમજવું મુશ્કેલ છે. એક્સ-રેની મદદથી માહિતી સરળતાથી મળી રહે છે.
3 - હાડકાને નુકસાનની માહિતી: હત્યા બાદ હાડકામાં કોઈ નુકસાન થયું છે કે કેમ અથવા પોલીસ કસ્ટડી દરમિયાન હાડકામાં કોઈ ઈજા થઈ છે કે કેમ તે જાણવા માટે પોસ્ટમોર્ટમ પહેલાં એક્સ-રે કરવામાં આવે છે. અતીક અહેમદ અને અશરફના કિસ્સામાં આવી માહિતી મેળવવા માટે આમ કરવામાં આવ્યું હતું.
4 - વધારાની માહિતી: પીએમ પહેલાં એક્સ-રે પણ કરવામાં આવે છે જેથી નિષ્ણાતો તે ભાગોમાંથી માહિતી મેળવી શકે, જેનું પોસ્ટમોર્ટમ કરવું મુશ્કેલ છે. તેની મદદથી ફોરેન્સિક નિષ્ણાતો મૃતદેહને 3 અલગ-અલગ પરિમાણમાંથી જોઈ શકે છે અને અનેક પ્રકારની માહિતી મેળવી શકે છે. આ રીતે મેળવેલી માહિતી કેટલીકવાર સમગ્ર તપાસમાં ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
5 - ગોળીની ઇજાના કિસ્સામાં: નિષ્ણાતો કહે છે કે, ફોરેન્સિક ઓટોપ્સીના કિસ્સામાં જ્યારે ફાયરિંગની વાત આવે ત્યારે એક્સ-રે કરવામાં આવે છે. તેની મદદથી શરીરને થયેલા નુકસાનને સમજી શકાય છે. આ સિવાય ઈજાની પેટર્ન સમજી શકાય છે. કારણ કે તેને અન્ય કોઈપણ રીતે સમજવું મુશ્કેલ બની જાય છે. ડીએનએ વિશ્લેષણ પણ આમાં મદદ કરતું નથી. તેથી જ સ્કેનિંગ કરવામાં આવે છે.
Atiq Ahmed Murder : પોસ્ટમાર્ટમ પહેલા અતીકના મૃતદેહનો એક્સ-રે કેમ કરાયો?
gujarati.abplive.com
Updated at:
16 Apr 2023 08:23 PM (IST)
Atiq Ahmed Body X-Rayed : માફિયા ડોન અતીક અહેમદ અને અશરફની હત્યા બાદ રવિવારે બંનેના મૃતદેહોનું પોસ્ટમોર્ટમ થયું હતું. ખાસ વાત એ છે કે પોસ્ટમોર્ટમ પહેલા એક્સ-રે કરવામાં આવ્યો હતો.
ફાઈલ તસવીર
NEXT
PREV
Published at:
16 Apr 2023 08:21 PM (IST)
- - - - - - - - - Advertisement - - - - - - - - -