Atique Ahmed : ઉત્તરપ્રદેશના કુખ્યાત ગેંગસ્ટર અતીક અહેમદને રવિવારે સાંજે યુપી પોલીસની સ્ટેટ ટાસ્ક ફોર્સના 40 જવાનો વિશેષ સુરક્ષા બંદોબસ્ત સાથે  પ્રયાગરાજ લઇ જવા માટે નીકળ્યા છે.  અમદાવાદથી  પ્રયાગરાજનો 1250 કિલોમીટર જેટલો રૂટ કાપતા 36 કલાક જેટલો સમય થશે.


અતીકનો કાફલો રવિવારે સાંજે 5.44 કલાકે અમદાવાદથી નીકળ્યો હતો. સાંજે 7.12 કલાકે સાંબકાંટા પહોંચ્યા. ત્યારબાદ રાત્રે 10.07 વાગે ઉદયપુર, 12.41 વાગે ચિત્તોડગઢ. 3.11 વાગ્યે કોટા અને સવારે 7.20 વાગ્યે શિવપુરી. આગળનું સ્ટોપ ઝાંસી છે.






માફિયા અતીક અહેમદનો કાફલો ઉત્તર પ્રદેશની સરહદે પહોંચી ગયો છે. ગુજરાત, મધ્યપ્રદેશ બાદ ચોથા રાજ્ય ઉત્તર પ્રદેશમાં એન્ટ્રી થઈ છે.






























અતીક અહેમદને સાબરમતી જેલથી ગાડીમાં બેસાડવામાં આવ્યો ત્યારે તેણે યુપી પોલીસ પર આક્ષેપ કરતા કહ્યું હતું કે યે લોગ મેરી હત્યા કરના ચાહતે હે.. યુપી પોલીસ તેને રાજસ્થાન ઉદેપુરના માર્ગે પ્રયાગરાજ લઇ ગઇ છે.ઉત્તરપ્રદેશમાં હત્યા, ખંડણી અને અપહરણ સહિતના 100થી વધુ ગુનામાં સંડોવાયેલો કુખ્યાત ગેંગસ્ટર સુરક્ષાના કારણોસર સુપ્રિમ કોર્ટના આદેશ બાદ વર્ષ 2019 બાદ સાબરમતી સેન્ટ્રલ જેલમાં તૈયાર કરવામાં આવેલા એક ખાસ સેલમાં કેદ છે. પ્રયાગરાજમાં વર્ષ 2006-07માં તેણે ઉમેશપાલ નામના વ્યક્તિનું ગન પોઇન્ટ પર અપહરણક કરીને ખંડણી વસુલી હતી. જે કેસમાં આગામી 28મી માર્ચના રોજ કોર્ટમાં ચુકાદાની શક્યતાને જોતા તેમે કોર્ટમાં રજૂ કરવાનો હોવાથી ઉત્તરપ્રદેશ પોલીસની સ્પેશીયલ ટાસ્ક ફોર્સના અધિકારીઓ પાંચ વિશેષ વાહનો સાથે અતીક અહેમદનો ટ્રાન્સફર વોરંટથી કબ્જો લેવા માટે આવ્યા હતા.