Australia Test squad for India Series: ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડ (CA) એ ભારતના પ્રવાસ માટે તેની ટીમની જાહેરાત કરી છે. અનુભવી સ્પિનર ​​એડમ જમ્પાને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું નથી. તેના સ્થાને યુવા ખેલાડી ઓફ સ્પિનર ​​ટોડ મર્ફીને ટીમમાં સ્થાન આપવામાં આવ્યુ છે.






મર્ફીને ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ, ઓસ્ટ્રેલિયા-એ અને પ્રેસિડેન્ટ ઈલેવનમાં તેના શાનદાર પ્રદર્શનને કારણે ટીમમાં સ્થાન મળ્યું છે. મર્ફીની સાથે ટીમમાં સ્પિનરો એશ્ટન અગર, મિશેલ સ્વેપ્સન અને નાથન લિયોન પણ સામેલ છે.


કેમરૂન ગ્રીન ફિટ થયા બાદ ટીમમાં પરત ફર્યો


કેમરૂન ગ્રીનના મામલામાં ઓસ્ટ્રેલિયન ટીમ માટે પણ સારા સમાચાર છે. આંગળીમાં ફ્રેક્ચરને કારણે સિડની ટેસ્ટમાંથી બહાર રહેલો ઓલરાઉન્ડર કેમરૂન ગ્રીન ભારતના પ્રવાસ પહેલા સ્વસ્થ થઈ ગયો છે. તેનો પણ ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે.


પેટ કમિન્સે હાલમાં જ દક્ષિણ આફ્રિકા સામેની ટેસ્ટ શ્રેણી સમાપ્ત થયા બાદ કહ્યું હતું કે, 'આ એક મોટી શ્રેણી છે (ભારત સામે) અને અમે અમારી શ્રેષ્ઠ ટીમને મેદાનમાં ઉતારવા માંગીએ છીએ. અગર લેફ્ટ આર્મ સ્પિન બોલર છે અને તે ચોક્કસપણે ભારત જશે. અમે તેને ટ્રાયલ માટે ટીમમાં રાખ્યો નથી. ભારતની વિકેટ અલગ છે અને ત્યાં આવા બોલરો ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે.


ભારત પ્રવાસ માટે ઓસ્ટ્રેલિયાની ટેસ્ટ ટીમ


પેટ કમિન્સ (કેપ્ટન), એશ્ટન અગર, સ્કોટ બોલેન્ડ, એલેક્સ કેરી, કેમરૂન ગ્રીન, પીટર હેન્ડ્સકોમ્બ, જોશ હેઝલવુડ, ટ્રેવિસ હેડ, ઉસ્માન ખ્વાજા, માર્નસ લાબુશેન, નાથન લિયોન, લાન્સ મૉરિસ, ટૉડ મર્ફી, મૈથ્યૂ રેનશૉ, સ્ટીવ સ્મિથ , મિશેલ સ્ટાર્ક, મિશેલ સ્વેપ્સન અને ડેવિડ વોર્નર.


ભારતનો ઓસ્ટ્રેલિયા પ્રવાસ 2023:


 



  • પ્રથમ ટેસ્ટ - 9 ફેબ્રુઆરીથી 13 ફેબ્રુઆરી (નાગપુર)

  • બીજી ટેસ્ટ - 17 થી 21 ફેબ્રુઆરી (દિલ્હી)

  • ત્રીજી ટેસ્ટ - 1 થી 5 માર્ચ (ધર્મશાલા)

  • ચોથી ટેસ્ટ - 9 થી 13 માર્ચ (અમદાવાદ)

  • પહેલી વન-ડે - 17 માર્ચ (મુંબઈ)

  • બીજી વન-ડે - માર્ચ 19 (વિશાખાપટ્ટનમ)

  • ત્રીજી વન-ડે - 22 માર્ચ (ચેન્નઈ)