India-Australia Relations: ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બેનિસને ગુરુવારે (9 માર્ચ) INS વિક્રાંત પર ભારતીય નૌકાદળ દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. તેઓ INS વિક્રાંતની કોકપીટમાં પણ બેઠા હતા.


ત્યારબાદ અલ્બેનીઝે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આમંત્રણ પર ભારતમાં નવા કમિશ્ડ, ભારતીય ડિઝાઇન અને બિલ્ટ ઇન આઇએનએસ વિક્રાંત પર આજે અહીં આવવાનું મને સન્માન મળ્યું છે. મારી મુલાકાત ઓસ્ટ્રેલિયાના ઈન્ડો-પેસિફિક અને તેનાથી આગળના વિઝનના કેન્દ્રમાં ભારતને સ્થાન આપવા માટેની મારી સરકારની પ્રતિબદ્ધતાને દર્શાવે છે. તેમણે વધુમાં કહ્યું કે ઓસ્ટ્રેલિયા માટે ભારત ટોચના સ્તરના સુરક્ષા ભાગીદાર છે. હિંદ મહાસાગર બંને દેશોની સુરક્ષા અને સમૃદ્ધિનું કેન્દ્ર છે.






ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ચોથી અને અંતિમ ક્રિકેટ ટેસ્ટ મેચની શરૂઆત પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમના ઓસ્ટ્રેલિયન સમકક્ષ એન્થોની અલ્બેનીઝ ગુરુવારે સવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પહોંચ્યા હતા. બંનેએ ગોલ્ફ કાર્ટમાં સ્ટેડિયમનું ચક્કર માર્યુ હતું.






મોદી અને એન્થોનીનું સ્વાગત


આ દરમિયાન મોદી અને અલ્બેનીઝે પોતપોતાના દેશની ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્મા અને સ્ટીવ સ્મિથને ટેસ્ટ કેપ્સ આપી. ટેસ્ટ મેચ જોવા માટે વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં પહોંચેલા હજારો ક્રિકેટ પ્રેમીઓએ તાળીઓના ગડગડાટ સાથે ગોલ્ફ કાર્ટમાં મોદી અને અલ્બેનીઝનું સ્વાગત કર્યું હતું. મોદી અને અલ્બેનીઝ બંને ટીમના ખેલાડીઓને મળ્યા અને જ્યારે ભારત અને ઓસ્ટ્રેલિયાના રાષ્ટ્રગીત વગાડવામાં આવ્યા ત્યારે ખેલાડીઓ સાથે ઉભા રહ્યા.