Delhi New Ministers Portfolio: આમ આદમી પાર્ટીના (Aam Aadmi Party) ધારાસભ્ય આતિશી (Atishi) અને સૌરભ ભારદ્વાજે (Saurabh Bharadwaj) ગુરુવારે (9 માર્ચ)એ મંત્રી પદના શપથ લીધા છે. આતિશીને શિક્ષણ, પીડબલ્યૂડી, વીજળી અને પર્યટન વિભાગ મળ્યો છે. વળી, સૌરભ ભારદ્વાજને સ્વાસ્થ્ય, શહેરી વિકાસ, જળ અને ઉદ્યોગ વિભાગ મળ્યો છે.
આ પહેલા દિલ્હી એલજી હાઉસ (LG House)માં સૌરભ ભારદ્વાજ અને આતિશીએ મંત્રી મંત્રી પદના શપથ લીધા હતા, સૌરભ ભારદ્વાજ 2013થી આપના ધારાસભ્ય છે, અને આ સમયે દિલ્હી જલ બૉર્ડ (Delhi Jal Board)ના ઉપાધ્યક્ષ પણ છે, વળી આતિશી શિક્ષણ વિભાગમા મનિષ સિસોદિયા (Manish Sisodia)ની સલાહકાર હતી.
ઉલ્લેખનીય છે કે મનીષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈનના મંત્રી પદ પરથી રાજીનામા બાદ મંત્રીમંડળમાં બે સ્થાનો ખાલી થઇ ગયા હતા, આ પછી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ સિસોદિયા અને જૈનના રાજીનામાને સ્વીકાર કરી લીધા હતા અને તેમને મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના નેતૃત્વ વાળી દિલ્હી સરકારમાં ભારદ્વાજ અને આતિશીને મંત્રી નિયુક્ત કર્યા હતા.
બજેટ સત્રમાં મંત્રી તરીકે સામેલ થશે ભારદ્વાજ અને આતિશી -
સીએમ કેજરીવાલની ભલામણ બાદ દિલ્હીના એલજી વિનય સક્સેનાએ કેબિનેટમાં મંત્રીઓ તરીકે નિયુક્તિ માટે રાષ્ટ્રપતિ મુર્મૂને આતિશી અને ભારદ્વાજના નામોની ભલામણ કરી હતી. સુ્ત્રો અનુસાર, આતિશી અને ભારદ્વાજ 17 માર્ચથી શરૂ થઇ રહેલા દિલ્હી વિધાનસભાના બજેટ સત્રમાં મંત્રી તરીકે સામેલ થશે.
Delhi Excise Case: તિહાડ જેલ પ્રસાશને AAPના આરોપોની હવા કાઢી નાખી, કર્યો ખુલાસો -
Manish Sisodia In Tihar Jail: દિલ્હીના પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા હાલમાં કથિત દારૂ કૌભાંડના સંબંધમાં તિહાર જેલમાં બંધ છે. આમ આદમી પાર્ટીનો દાવો હતો કે, સિસોદિયાને તિહારની જેલ નંબર-1માં ખુંખાર કેદીઓ સાથે રાખવામાં આવ્યા છે. AAP નેતા સૌરભ ભારદ્વાજે સિસોદિયાની સુરક્ષાને લઈને ચિંતા વ્યક્ત કરી હતી. AAPના આ આરોપો પર તિહાર જેલ પ્રશાસને હવે સ્પષ્ટિકરણ આપ્યું છે.
જેલ પ્રશાસનનું કહેવું છે કે, તેમને જેલમાં રાખવાના આરોપો પાયાવિહોણા છે. તિહાર જેલ પ્રશાસનના જણાવ્યા અનુસાર, મનીષ સિસોદિયાને તેમની સુરક્ષાને ધ્યાનમાં રાખીને અલગ વોર્ડ આપવામાં આવ્યા છે. જેલ પ્રશાસને જણાવ્યું હતું કે, જેલ નંબર-1માં કેદીઓની સંખ્યા ઓછી હોવાને કારણે મનીષ સિસોદિયાને ત્યાં રાખવામાં આવ્યા છે. સિસોદિયા સાથે જે કેદીઓ બંધ છે તેમાંથી કોઈ પણ ગેંગસ્ટર નથી અને જેલમાં તેમનો વ્યવહાર સારો છે.
'નિયમો અનુસાર જ કરાઈ છે વ્યવસ્થા'
તિહાર જેલ પ્રશાસને વધુમાં કહ્યું હતું કે, મનિષ સિસોદિયા એક અલગ સેલ હોવાને કારણે કોઈપણ ખલેલ વિના ધ્યાન જેવી અન્ય વસ્તુઓ કરી શકે છે. જેલ પ્રશાસને કહ્યું હતું કે, જેલના નિયમો અનુસાર તમામ વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી સિસોદિયાની સુરક્ષા સુનિશ્ચિત કરી શકાય. આ પહેલા AAP નેતા સૌરભ ભારદ્વાજે પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું હતું કે, તિહાર જેલમાં સિસોદિયાના જીવને ખતરો છે.
AAPએ ભાજપ પર લગાવ્યા ગંભીર આરોપ
સૌરભ ભારદ્વાજે કહ્યું હતું કે, શું ભાજપે મનીષ સિસોદિયાની હત્યા જેલમાં કરાવવાનું ષડયંત્ર રચ્યું છે? આ કાવતરા હેઠળ મનીષ સિસોદિયાને ખતરનાક ગુનેગારો સાથે જેલ નંબર વનમાં રાખવામાં આવ્યા છે. તેમણે આરોપ યથાવત રાખતા વધુમાં કહ્યું હતું કે, જો વડાપ્રધાન અને ભાજપ AAPને રાજકીય રીતે હરાવી શક્યા નથી, તો તેઓએ અમારા નેતાઓને મારવાનું કાવતરું ઘડ્યું? શું વડાપ્રધાન આ રીતે દિલ્હી અને MCDની હારનો બદલો લેશે?