નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ઓસ્ટ્રેલિયાના પીએમ સ્કોટ મોરિસન સાથે વર્ચુઅલ મીટિંગ કરી હતી. જે બંને દેશોના સંબંધને લઈ વાતચીત થઈ હતી. વાતચીતમાં સ્કોટ મોરિસને ગુજરાતી ખીચડી ખાવાની ઈચ્છા વ્યક્ત કરી હતી અને પીએમ મોદીના ચૂંટણી પ્રચારનો પણ ઉલ્લેખ કર્યો હતો.


વર્ચુઅલ મીટિંગમાં બંને દેશના વડા વચ્ચે કોરોના વાયરસ, બંને દેશના સંબંધો અને એશિયા પેસિફિકને લઈ વાત થઈ. પીએમ મોદીએ કહ્યું હાલ બંને દેશોને વધારે નજીક આવવાનું છે. સ્કોટ મોરીસને કહ્યું, કદાચ જો હું ત્યાં હાજર હોત તો મોદીને ભેટ્યો હોત અને સમોસા શેર કરી રહ્યો હતો. જે હાલ ત્યાં ઘણા પ્રસિદ્ધ છે. હું આગામી વખતે જ્યારે આવીશ તે ગુજરાતી ખીચડી જરૂર ખાઈશ. જ્યારે પણ અમારા બંનેની પર્સનલ મુલાકાત થશે ત્યારે હું તેને મારા રસોડામાં બનાવવાની કોશિશ કરીશ.


મીટિંગમાં સૌથી પહેલા પીએમ મોદીએ ઓસ્ટ્રેલિયામાં કોરોના વાયરસથી જીવ ગુમાવનારા લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી. કોરોના મહામારીને કારણે મોરિસનનો ભારત પ્રવાસ રદ્દ થયો તેને લઈ પીએમ મોદીએ નિરાશા વ્યક્ત કરી. પીએમ મોદીએ કહ્યું, હાલ બંને દેશોના સંબંધ વધારે મજબૂત કરવાના છે. તેનાથી એશિયા પેસિફિકમાં સ્થિરતા આવશે. ભારતે કોરોના વાયરસ આફતને અવસરના રૂપમાં જોઈ છે, જેના પરિણામો આગામી દિવસોમાં જરૂર જોવા મળશે.


સ્કોટ મોરિસને મીટિંગની શરૂઆત નમસ્તેથી કરી હતી. જે બાદ તેમણે જી-20માં મોદીની ભાગીદારીની પ્રશંસા કરી કહ્યું બંને દેશોના સંબંધ વધારે ગાઢ કરવાનો સમય આવી ગયો છે.

મોદીએ કહ્યું, આ મુશ્કેલ સમયમાં તમે ઓસ્ટ્રેલિયામાં ભારતીય સમુદાયનું અને ખાસ કરીને વિદ્યાર્થીઓનું જે રીતે ધ્યાન રાખ્યું છે તે માટે હું ખાસ આભારી છું.