નવી દિલ્હીઃ ગઇરાત્રે આકાશમાં ચંદ્રગ્રહણનુ અદભૂત દ્રશ્ય સર્જાયુ, દુનિયાભરમાં આ ચંદ્રગ્રહણ દેખાયુ હતુ. ખાસ વાત એ છે કે 149 વર્ષ બાદ દુનિયાએ આ નજારો દેખ્યો કેમકે 1870માં પહેલીવાર આવો મહાસંયોગ બન્યો હતો જેમાં ગુરુપૂર્ણિમાંના દિવસે ચંદ્રગ્રહણ લાગ્યુ હતુ. દુનિયાના મોટા ભાગોમાં રાત્રે લગભગ દોઢ વાગ્યે આ નજારો દેખાયો હતો. ઉત્તરીય સ્કેંડિનેવિયાને છોડીને આખા યુરોપ અને પૂર્વોત્તરને છોડીને એશિયાએ ચંદ્રગ્રહણ જોયુ. આંશિક ચંદ્રગ્રહણ 2 કલાકને 59 મિનીટ સુધી રહ્યુ હતુ. અહીં તેની કેટલીક તસવીર છે...



ભારતમાં મોડી રાત્રે 1.32 વાગે આંશિક ચંદ્રગ્રહણ દેખાયુ.



ભારતમાં અષાઢ પૂર્ણિમાની રાત્રે ચંદ્રગ્રહણ દેખાયુ, અષાઢ પૂર્ણિમાના દિવસે જ ગુરુપૂર્ણિમા ઉજવવામાં આવે છે, આ કારણે ભારમાં ચંદ્રગ્રહણને વિશેષ મહત્વ મળ્યુ હતુ.



ભારતમાં મોટાભાગે દરેક જગ્યાએ ચંદ્રગ્રહણનો નજારો જોવા મળ્યો, અમદાવાદ, મુબંઇ, જયપુર, લખનઉ, કોલકત્તા અને ભોપાલ સહિતના વિસ્તારોમાં અદભૂત નજારો દેખાયો.