નવી દિલ્હી: ગૃહ મંત્રાલયે મંગળવારે લોકસભામાં જમ્મુ-કાશ્મીરમાં માર્યા ગયેલા આતંકીઓ, શહીદ જવાનો અને રાજ્યમાં થતી આતંકી ઘૂસણખોરીની ઘટનાઓ વિશે જાણકારી આપી હતી. ગૃહ મંત્રાલયે જણાવ્યું કે જમ્મુ-કાશ્મીરના આતંકીઓની ઘૂસણખોરીમાં વર્ષ 2018 કરતા 43 ટકા ઘટાડો થયો છે. મોદી સરકારના પહેલા કાર્યકાળમાં છેલ્લા પાંચ વર્ષમાં 963 આતંકવાદી ઠાર મરાયા હતા જ્યારે 413 જવાનો શહીદ થયા હતા.

ગૃહરાજ્ય મંત્રી જી કિશન રેડ્ડીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી એનડીએ સરકારની આતંકવાદ સામે ઝીરો ટોલરન્સ નીતિના કારણે જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા દળ સક્રીય થઈ ગયું છે અને સતત ઑપરેશન શરૂ છે. જી કિશન રેડ્ડીએ જણાવ્યું કે વર્ષ 2016 થી 2018 દરમિયાન સરહદ પર ઘૂસણખોરીની 398 ઘટનાઓ બની હતી અને તેમાં 126 ઘૂસણખોરો માર્યા ગયા છે. લોકસભામાં પૂછાયેલા પ્રશ્નના જવાબમાં ગૃહરાજ્ય મંત્રીએ આ જવાબ આપ્યો હતો.

હવે ટોલ પ્લાઝા પર ટેક્સ આપવા લાંબી લાઈનમાં નહીં ઉભુ રહેવું પડે, આ રીતે વસુલવામાં આવશે રકમ, જાણો વિગત

સીટબેલ્ટ અને હેલ્મેટ વગર ગાડી ચલાવશો તો થશે તોતિંગ દંડ, જાણો લોકસભામાં રજૂ થયેલા મોટર વાહન સંશોધન બિલની 10 મોટી વાતો

ઉલ્લેખનીય છે કે આ વર્ષે 14 ફેબ્રુઆરીએ CRPFના કાફલા પર દેશના ઇતિહાસમાં સૌથી મોટો આંતકી હુમલો થયો હતો. આ હુમલામાં સેનાના 44થી વધુ જવાનો શહીદ થયા હતા. આ હુમલા બાદ દેશની વાયુ સેનાએ એરસ્ટ્રાઇક કરી હતી.