અખિલ ભારતીય હિંદુ મહાસભાના વકીલ વિકાસ સિંહની સુનાવણી દરમિયાન એક પુસ્તકનો ઉલ્લેખ કરવા માંગતા હતા. મુસ્લિમ પક્ષના વકીલ રાજીવ ધવન તે રેકોર્ડને હિસ્સો નહીં બનાવવાનો વિરોધ કર્યો. જે બાદ સિંહે એક નકશો રજૂ કર્યો. ધવન તેનો પણ વિરોધ કરતાં હિંદુ મહાસભાના વકીલ તરફથી આપવામાં આવેલી નકશાની કોપી ફાડી નાંખી.
કિશોર કુણાલના પુસ્તક ‘અયોધ્યા રિવિઝિટેડ’ના નકશાના બીજા દસ્તાવેજો સાથે મેળવીને હિંદુ મહાસભાના વકીલ વિકાસ સિંહ તેમની વાત રાખવા માંગતા હતા. પરંતુ ધવને પુસ્તકને રેકોર્ડનો હિસ્સો ન ગણાવ્યો અને આ કારણે તેઓ ભડક્યા હતા.
પ્રથમ નકશો 1810માં ફ્રાંસિસ બુકાનને બનાવ્યો હતો. આ નકશો અને બીજા દસ્તાવેજોના આધારે ઉપરોક્ત નકશો કિશોર કુણાલે બનાવ્યો હતો. બંને નકશા તેના પુસ્તકમાં છે. રામ જન્મભૂમિના બંને નકશા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.
Ayodhya case: સુપ્રીમ કોર્ટમાં નકશાની કોપી ફાડનારા વકીલ રાજીવ ધવન કોણ છે ? જાણો
મુંબઈના બેટ્સમેને રચ્ચો ઈતિહાસ, લિસ્ટ A કરિયરમાં બેવડી સદી ફટકારનારો સૌથી યુવા ખેલાડી બન્યો, જાણો વિગતે
ધંધુકાઃ કૂતરાને બચાવવા જતાં બુલેટ ST સાથે અથડાયું, અમદાવાદથી અમરેલી જતાં બે યુવાનોના મોત