નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટ આજે એક મહત્ત્વનો નિર્ણય કરવા જઈ રહી છે. સુપ્રીમ કોર્ટે નક્કી કરશે કે અયોધ્યાના રામ મંદિર-બાબરી મસ્જિદ જમીન વિવાદ મામલે મધ્યસ્થતા માટે મોકલવામાં આવે કે નહીં. સુપ્રીમ કોર્ટે વિતેલી સુનાવણી દરમિયાન સૂચન આપ્યું હતું કે, બન્ને પક્ષકાર વાતચીતનો રસ્તો કાઢવા પર વિચાર કરે. જો એક ટકા પણ વાતચાતની શક્યતા છે તો તે માટે પ્રયત્ન થવો જોઈએ. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, બન્ને પક્ષ આ મામલે કોર્ટને પોતાનો પક્ષ જણાવે. હવે આજે કોર્ટમાં આ મામલે આગળનો નિર્ણય થશે.




આ પહેલા 26 ફેબ્રુઆરીએ સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે તે આગામી સુનાવણીમાં એ નિર્ણય લેશે કે આ મામલાને મધ્યસ્થતા માટે મોકલવામાં આવે કે નહીં. 6 માર્ચે બીજો આદેશ આપવાની વાત કરવામાં આવી હતી. ચીફ જસ્ટિસ રંજન ગોગોઈની અધ્યક્ષતાવાળી પાંચ ન્યાયાધીનોની બંધારણીય બેન્ચે ભલામણ કરી હતી કે બંને પક્ષકાર વાતચીતનો રસ્તો કાઢવા પર વિચાર કરે. જો વાતચીતની થોડો અવકાશ પણ છે, તો તેનો પ્રયત્ન થવો જોઈએ. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે બંને પક્ષ આ મામલે કોર્ટને પોતાના મતથી અવગત કરાવે.