ISRO Released Satelite Images Of Ayodhya Ram Mandir: આવતીકાલે અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું ઉદઘાટન થવાનું છે, રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા પહેલા હાલમાં એક લેટેસ્ટ તસવીરો સામે આવી છે. ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) એ સ્વદેશી ઉપગ્રહોનો ઉપયોગ કરીને અવકાશમાંથી ભવ્ય રામ મંદિરની પ્રથમ ઝલક બતાવી છે. ઈસરોએ જાહેર કરેલી તસવીરમાં કુલ 2.7 એકરમાં ફેલાયેલું રામ મંદિર સ્પષ્ટ જોઈ શકાય છે. અયોધ્યામાં નિર્માણાધીન રામ મંદિરની આ તસવીરો ગયા વર્ષે 16 ડિસેમ્બરે લેવામાં આવી હતી. આ સેટેલાઇટ ફોટામાં દશરથ મહેલ અને સરયુ નદી સ્પષ્ટ દેખાઈ રહી છે. સાથે જ તેમાં નવિનીકરણ કરાયેલું અયોધ્યા રેલવે સ્ટેશન પણ દેખાઈ રહ્યું છે. રામ મંદિરની આ તસવીરો ભારતીય રિમોટ સેન્સિંગ સીરિઝ સેટેલાઇટ દ્વારા લેવામાં આવી છે.

Continues below advertisement

તમને જણાવી દઈએ કે ભારત પાસે હાલમાં અંતરિક્ષમાં 50 થી વધુ ઉપગ્રહો છે. તેમાંના કેટલાકનું રિઝૉલ્યૂશન એક મીટર કરતા ઓછું છે. આ તસવીરો હૈદરાબાદની ઈન્ડિયન સ્પેસ એજન્સીના નેશનલ રિમૉટ સેન્સિંગ સેન્ટર દ્વારા પ્રોસેસ કરવામાં આવી છે.

મંદિર નિર્માણ માટે ઇસરોનો ઉપયોગ મંદિરના નિર્માણ માટે ઈસરોની ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ભવ્ય પ્રોજેક્ટમાં એક મોટો પડકાર ભગવાન રામની મૂર્તિ સ્થાપિત કરવા માટે ચોક્કસ સ્થાનની ઓળખ કરવાનો હતો. રામ મંદિર ટ્રસ્ટ ઇચ્છે છે કે મૂર્તિને 3 ફૂટ બાય 6 ફૂટની જગ્યા પર મૂકવામાં આવે જ્યાં ભગવાન રામનો જન્મ થયો હોવાનું માનવામાં આવે છે.

Continues below advertisement

વિશ્વ હિંદુ પરિષદના આંતરરાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ આલોક શર્માએ મીડિયાને જણાવ્યું કે 1992માં બાબરી મસ્જિદના ધ્વંસ પછી રામલલ્લાનો જન્મ જ્યાં માનવામાં આવે છે તે સ્થળ પર 40 ફૂટ કાટમાળ ઢંકાઈ ગયો હતો. આ કાટમાળને હટાવવો પડ્યો અને સ્થળને સુરક્ષિત કરવું પડ્યું જેથી નવી પ્રતિમા તે જ જગ્યાએ હોય. તેમણે વધુમાં કહ્યું કે આ કહેવું જેટલું સરળ હતું, એટલું જ કરવું મુશ્કેલ હતું કારણ કે મંદિરનું નિર્માણ તેના વિધ્વંસના લગભગ ત્રણ દાયકા પછી શરૂ થયું હતું. આવી સ્થિતિમાં, ભારતીય અવકાશ સંશોધન સંસ્થાએ આ સમસ્યાને ઉકેલવામાં મદદ કરી.

જીપીએસની મદદથી કરવામાં આવી સટીક જગ્યાની ઓળખ આલોક શર્માએ વધુમાં જણાવ્યું હતું કે મંદિર નિર્માણ કંપની લાર્સન એન્ડ ટુબ્રોના કોન્ટ્રાક્ટરોએ મૂર્તિની ચોક્કસ જગ્યા ઓળખવા માટે સૌથી અત્યાધુનિક ડિફરન્સિયલ ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ (જીપીએસ) આધારિત સુવિધાનો ઉપયોગ કર્યો હતો. જેની મદદથી લગભગ 1-3 સેમી સુધી ચોક્કસ સ્થળની ઓળખ કરવામાં આવી હતી. તેમણે મંદિરના ગર્ભગૃહમાં મૂર્તિની સ્થાપના માટે આધાર બનાવ્યો.