Ram Janmbhoomi, Ram Mandir Udghatan 2024: આવતીકાલે રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવવાનો છે, દેશભરમાં ભક્તિનો માહોલ છે, દેશવાસીઓની સાથે સાથે વિદેશમાં પણ રામના નામની ધૂમ મચી છે, ત્યારે દક્ષિણના રાજ્ય તામિલનાડુને લઇને મોટા સમાચાર સામે આવ્યા છે. હાલમાં જ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે મોટો આરોપ લગાવ્યો છે કે, તામિલનાડુ સરકારે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના પ્રસારણ પર રાજ્યમાં પ્રતિબંધ લગાવ્યો છે, એટલું જ નહીં તામિલનાડુંના મંદિરોમાં પણ આવા કાર્યક્રમોને અટકાવ્યા છે.






આવતીકાલે અયોધ્યામાં 500 વર્ષ બાદ ભગવાન રામ પોતાના નિજધામ પહોંચી રહ્યાં છે, દેશભરમાં ખુશીનો માહોલ છવાયો છે, ત્યારે તામિલનાડું સરકાર પર કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમણે મોટો આરોપ લગાવીને રાજકીય ગરમાવો લાવી દીધો છે. નિર્મલા સીતારમણના આરોપો બાદ રાજકીય માહોલ ગરમાયો છે.




કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે આરોપ લગાવ્યો છે કે, દેશભરમાં રામ મંદિરને લઇને ઉત્સુકતા છે ત્યારે દક્ષિણ ભારતના રાજ્ય તામિલનાડુંમાં પ્રાણ પ્રતિષ્ઠાના પ્રસારણ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. નિર્મલા સીતારમણે તામિલનાડુંના મંદિરોમાં પણ કાર્યક્રમોને અટકાવ્યા હોવાના પણ આરોપો લગાવ્યા છે. તેમને હિન્દુ વિરોધી, દ્વેષપૂર્ણ કૃત્યની સખ્ત નિંદા કરી છે. નિર્મલા સીતારમણે જણાવ્યુ કે, તામિલનાડુંમાં શ્રીરામના 200થી વધુ મંદિરો આવેલા છે. 


પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે કયા રાજ્યોમાં રજા રહેશે?



  • ત્રિપુરા: ત્રિપુરામાં તમામ સરકારી કચેરીઓ અને શૈક્ષણિક સંસ્થાઓ 22 જાન્યુઆરીએ બપોરે 2.30 વાગ્યા સુધી બંધ રહેશે.

  • છત્તીસગઢ: રાજ્યની તમામ સરકારી કચેરીઓ 22 જાન્યુઆરીએ બપોરે 2.30 વાગ્યા સુધી બંધ રહેશે. શાળા-કોલેજોમાં આખો દિવસ રજા રહેશે.

  • ઉત્તર પ્રદેશ: યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ તમામ શાળાઓ અને ઓફિસોમાં રજા જાહેર કરી છે.

  • મધ્યપ્રદેશ: મધ્યપ્રદેશમાં શાળાઓમાં સંપૂર્ણ રજા જાહેર કરવામાં આવી છે, જ્યારે સરકારી કચેરીઓ અને સંસ્થાઓમાં અડધો દિવસ રહેશે.

  • ગોવા: ગોવા સરકારે 22 જાન્યુઆરીએ સરકારી કર્મચારીઓ અને શાળાઓમાં રજા જાહેર કરી છે.

  • હરિયાણા: રાજ્યની સરકારી કચેરીઓ અને સંસ્થાઓમાં અડધો દિવસ રહેશે, જ્યારે શાળા-કોલેજોમાં આખો દિવસ રજા રહેશે.

  • ઓડિશાઃ ઓડિશા સરકારની ઓફિસોમાં કામ કરતા કર્મચારીઓ માટે હાફ ડેની જાહેરાત કરવામાં આવી છે.

  • આસામ: અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે આસામ સરકારે સરકારી કચેરીઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં હાફ ડેની જાહેરાત કરી છે.

  • રાજસ્થાનઃ રાજસ્થાનમાં પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે હાફ ડે જાહેર કરવામાં આવ્યો છે. આ દિવસે સરકારી કચેરીઓમાં અડધા દિવસની રજા રહેશે.

  • ગુજરાતઃ ગુજરાત પણ તે રાજ્યોમાં સામેલ છે જ્યાં સરકારી કચેરીઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં બપોરે 2.30 વાગ્યા સુધી અડધો દિવસ રહેશે.

  • ચંદીગઢ: કેન્દ્ર શાસિત પ્રદેશે નિર્ણય લીધો છે કે તેના હેઠળની તમામ સરકારી કચેરીઓમાં આખો દિવસ રજા રહેશે.

  • ઉત્તરાખંડ: ઉત્તરાખંડ સરકારે શાળાઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં હાફ ડેની જાહેરાત કરી છે. સરકારી કચેરીઓ પણ અડધો દિવસ બંધ રહેશે.

  • મહારાષ્ટ્ર: રાજ્ય સરકારે શુક્રવારે જાહેરાત કરી કે પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે મહારાષ્ટ્રમાં જાહેર રજા રહેશે. શાળાઓ, કોલેજો અને ઓફિસો બંધ રહેશે.

  • પુડુચેરી: કેન્દ્રશાસિત પ્રદેશે પણ નિર્ણય લીધો છે કે 22 જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે પુડુચેરીમાં જાહેર રજા રહેશે.

  • દિલ્હીઃ દિલ્હી સરકારની તમામ ઓફિસોમાં અડધા દિવસની રજા રહેશે. દિલ્હીની કેટલીક શૈક્ષણિક સંસ્થાઓમાં પણ અડધો દિવસ રહેશે.