પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ અયોધ્યા પર સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ ટ્વિટ કરતા લખ્યું, 'દેશની સર્વોચ્ચ કોર્ટે અયોધ્યા પર પોતાનો નિર્ણય સંભળાવ્યો છે. આ ચૂકાદાને કોઈની હાર કે જીતના રૂપમાં ન જોવો જોઈએ. રામભક્તિ હોય કે રહિમભક્તિ, આ સમય આપણા બધા માટે ભારતભક્તિની ભાવનાને સશક્ત કરવાનો છે. દેશવાસિયોને મારી અપીલ છે કે શાંતિ, સદ્ભાવ અને એકતા બનાવી રાખે.'
ગૃહમંત્રી અમિત શાહે ટ્વીટ કર્યું, "શ્રીરામજન્મભૂમિ અંગે સુપ્રીમના ચુકાદાનું હું સ્વાગત કરું છું. હું નિર્ણયને સહજતાથી સ્વીકારીને શાંતિ અને સુલેહ જાળવવા તમામને અપીલ કરું છું"
રાજનાથ સિંહે કહ્યું કે અયોધ્યા વિવાદ મામલે સુપ્રીમ કોર્ટે આપેલા ચુકાદાને સહજતાથી સ્વીકારવો જોઈએ.
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ રામમંદિર-બાબરી મસ્જિદના વિવાદ પર સુપ્રીમ કોર્ટે આપેલા ફેંસલા પર પ્રતિક્રિયા વ્યક્ત કરતાં જણાવ્યું બધા ચુકાદાનું સન્માન કરે."