નવી દિલ્લીઃ અયોધ્યામાં રામ જન્મભૂમિ મંદિર સંકુલમાં બનેલી જમીન ખાલી મસ્જિદ પર નહોતી બની પણ હિંદુ માળખા પર બની હતી એવો ઐતિહાસિક ચુકાદો સુપ્રીમ કોર્ટે આપ્યો છે.

સુપ્રીમ કોર્ટે તેના ચુકાદામાં એ વાત પણ સ્વીકારી છે કે, આર્કિયોલિજકલ સર્વે ઓફ ઈન્ડિયા (એએસઆઈ)ના પુરાવાઓને નકારી ના શકાય. એએસઆઈએ મંદિર તોડીને મસ્જિદ બનાવાઈ હોવાની વાતને સમર્થન આપતા પુરાવા આપ્યા હતા તે જોતાં આડકતરી રીતે ચુકાદો હિંદુઓની તરફેણમાં આવશે તેવી શક્યાત પ્રબળ છે.